________________
૨૨૦
કુમારપાળ ચરિત્ર
વિલક્ષ થઈ દેવી બેલી. હે-નપુંસકશિરોમણે! તને ધિકકાર છે, કારણ કે, આવી સ્નેહાધીન થયેલી મારે તું અનાદર કરે છે.
મનુષ્યને સ્વપ્નમાં પણ જેનું દર્શન દુર્લભ હોય છે, તે હું પિોતે જ તારી પ્રાર્થના કરું છું. છતાં પણ હાલ તારે શે વિચાર છે?
વિક્રમ છે . હે દેવી! તારું કહેવું ઠીક છે, પરંતુ જીવતાં સુધી મારે પરસ્ત્રીને ત્યાગ છે. પિતાની સ્ત્રી સિવાય અન્ય દેવીઓને પણ પ્રાણાતે હું સેવવાને નથી, કારણ કે પિતાના વ્રતભંગથી હું બહુ ભય પામું છું.
કાચના ટુકડા માટે માણિકયને કોણ ભોગે? ધતૂરને માટે કલ્પવૃક્ષને કેણુ કાપી નાખે? એક લોઢાના ખીલા માટે દેવમંદિરને કોણ પાડે? ક્ષણિક સુખ માટે સંસાર તારક શીલવતને કોણ ત્યાગ કરે ?
રે રે મૂઢ ! હું તારી ઈચ્છા કરૂં છું, છતાં તું જે મારે અનાદર કરીશ, તે હું તારા મસ્તકને કમલનાળની માફક ખડ્ઝથી હાલ જ કાપી નાખીશ.
એમ કહી તે દેવી રાક્ષસી જેમ ભયંકર આકાર કરી ખગ્ર ઉગામીને રાજાનું મસ્તક કાપવા દોડી.
પ્રાણ ભલે ચાલ્યા જાય, પરંતુ પિતાના શીલની રક્ષા કરવી, એ નિશ્ચય કરી નવકારનું સ્મરણ કરતા રાજાએ છેદવા માટે પિતાનું મસ્તક નીચું નમાવ્યું.
નીચા મરતકે દઢ વૈર્યથી રોમાંચિત થઈ રાજા દેવીના પ્રચંડ ખગઘાતને સંકુચિત દૃષ્ટિથી જુએ છે.
તેટલામાં અહે ! શીલને મહિમા અદ્ભુત છે, એમ વારંવાર બહુ હર્ષથી સ્તુતિ કરતી દેવીએ રાજા ઉપર પુષ્પની વૃષ્ટિ કરી.
આ દેવી મારવાને તૈયાર થઈ હતી, એ શું ? અને આ પુષ્પની વૃષ્ટિ કયાંથી ? એમ પિતાના મનમાં આશ્ચર્ય માનતા રાજાને દેવીએ કહ્યું..