________________
૨૧૬
કુમારપાળ ચરિત્ર સૂરીશ્વરને વંદન કરી તે બે, હે પ્રભો! કલ્પવૃક્ષ સમાન ઈચ્છિતપૂરક એવા આપના ઉપદેશેલા દાનના પ્રભાવથી હુ આવા ઐશ્વર્યાને પાત્ર થ છું.
હાલમાં પણ હંમેશાં સ્વાર્થની માફક તે દાનનું હું સેવન કરૂં છું. વળી કૃપા કરી મારૂ કલ્યાણ થાય તેવા અન્ય કઈ ધર્મને ઉપદેશ કરે.
એ પ્રમાણે રાજાનું વચન સાંભળી મુનિચંદ્રસૂરિ દાંતની કાંતિવડે શુદ્ધ ધર્મધ્યાનની છટાને બતાવતા હોય તેમ અતિ મધુર અને ગંભીર દવનિ વડે સુંદર ઉપદેશ આપવા લાગ્યા.
હે રાજન! દાનની માફક શીલબ્રહ્મચર્ય પણ ધર્મનું જીવિત છે. જેના વિના પ્રચંડ એ પણ ક્રિયાકાંડ નિઃસાર છે.
નિષ્કપટ નવધા બ્રહ્મચર્યની ગુપિવડે તેજસ્વી મુનિ અને સ્વદાર સંતુષ્ટ ગૃહસ્થાશ્રમી એ બંને પ્રકારના શીલવ્રતધારી હોય છે. '
કઈ ભાગ્યશાલીના જ હદય સરોવરમાં અદ્દભુત મહિમારૂપ સુગંધવાળું શીલ સુકૃતશ્રીના નિવાસ માટે કમલસમાન આચરણ કરે છે.
ક્રિયાવાન, અતિચતુર, ધાની અને મૌની હોય, પરંતુ શીલા વિનાને હોય તે તે નક્કટ્ટાની જેમ કેઈપણ ઠેકાણે શોભાપાત્ર થતું નથી.
વળી સ્વર્ગમાંથી આવી દે મહાસતીઓની જે સહાય કરે છે, તે તે શીલવતના અતિશયની માત્ર પ્રસાદી છે.
જયાં સુધી શીલ સુગંધવડે ગંધવાયુ પ્રસરતો નથી, ત્યાં સુધી જ વિઘરૂપ હાથીઓનાં ટોળાં ઉમત્ત થઈ ફરે છે.
એ પ્રમાણે ગુરુને ઉપદેશ સાંભળી વિક્રમભૂપતિએ દુર્ગતિ દ્રમના બીજની માફક પરસ્ત્રી સેવનને જીવનપર્યત નિષેધ કર્યો. તેમજ ચારે પર્વતિથિએમાં પિતાની સ્ત્રીઓને પણ નિયમ કર્યો.
ત્યારબાદ ગુરુમહારાજની આજ્ઞા લઈ ગુણો વડે ઉજવળ તે રાજ પિતાના ઘેર આવ્યા.