________________
મુનિચદ્ર ગુરુ
૨૦૭ મુનિચંદ્ર ગુરુ
દેશાંતરમાં ફરતે ફરતે તે વિક્રમ કેઈપણું વનમાં ગયે. ત્યાં મૂતિમાન પિતાના ભાગ્યસમાન, વીતરાગ ધર્મના ઉદ્યોગ મુનિચંદ્ર નામે મુનિમહારાજ બેઠા હતા.
ઉત્તમ જ્ઞાની સમાન તેમને જોઈ વિકેમે નમસ્કાર કર્યો. ત્યારપછી તેણે પૂછ્યું.
હે ભગવન ! ઉદ્યમ કરવા છતાં પણ મને ઘણું ધન કેમ મળતું નથી ?
ગુરુમહારાજ બોલ્યા. તે પૂર્વભવમાં દાન ધર્મની સેવા કરી નથી, માટે તને યતિની માફક આ અકિંચનપણું પ્રાપ્ત થયું છે.
કેટલાક મનુષ્ય દરિદ્રીઓના અગ્રેસરની માફક “તું આ૫, તું આપ” એમ બોલતા જે ઘરેઘર ભિક્ષા માગે છે, તે કૃપણુતાનું જ કારણ છે.
તું આપ એ પ્રકારનું એક જ વાકય જીભ પર રહેલું દાનીનું ગૌરવપણું અને યાચકનું લઘુપણું કરે છે.
સંગ્રહ કરવામાં કરડે કીટાદિક પણ આગ્રહવાળા હોય છે અને દાન આપવામાં કેટલાક દેવે પણ પ્રાયે દક્ષ લેતા નથી.
જેઓ લક્ષ્મીને ભેટમાં દાટીને રૂંધી મૂકે છે, તેમની ઉપર ક્રોધાયમાન થઈ હોય તેમ, તે લક્ષ્મી ફરીથી તેમના સામું જોતી નથી.
માટે એકાગ્ર મન કરી તું પિતાના અનુમાનથી દાન કર, જેથી મેઘવડે જેમ આ દાનધર્મવડે તારા દારિદ્રરૂપ તાપને નાશ થાય.
વળી તારે એવી શંકા ન કરવી કે, મારી પાસે અલ્પ ધન છે, તે હું શું દાન કરૂં?
દરિદ્ર અવસ્થામાં થોડું આપેલું દાન પણ પુણ્ય સંપત્તિની પુષ્ટિ માટે થાય છે.
પાત્રને આપેલું દાન કેઈપણ ઠેકાણે નિષ્ફળ જતું નથી.
તું જે, મેઘને આપેલું સમુદ્રનું જળ નદીઓના પ્રવાહનરૂપ થઈ ફરીથી પણ સમુદ્રને જ મળે છે.