________________
રત્નમંજરીરાણી
૨૧૩ તારામાં એટલી ઉત્તમતા રહી છે કે, વાસ્તવિક આ સ્તુતિ જ ગણાય નહીં. કારણ કે જેના હાથે શ્રીજિનેંદ્રભગવાને પણ અનંત પુણ્યનું કારણ એવું પારણું કર્યું.
એમ કહી હરિશ્ચંદ્રરાજાએ પિતાની પુત્રી રત્નમંજરી વિક્રમ સાથે પરણાવી અને તે જ વખતે અધુરાજ્ય પણ તેને આપ્યું, “ખરેખર સપુરુષની પ્રતિજ્ઞા સત્ય હોય છે.
ત્યારબાદ રનમંજરી સહિત વિક્રમરાજા ગજેપર આરૂઢ થયે, તે સમયે આકાશના મધ્યમાં રહેલો અને એક તારા સાથે વિરાજમાન ચંદ્ર હોય તેમ તે શેતે હતે.
ખરેખર આ વિકમ કામદેવ છે. અનેક મુનિઓની કદર્થના કરવાથી પ્રથમ દુઃખી થઈને ફરીથી પુષ્ટ દાનેવડે આ સુખી થયે અને આ રત્નમંજરી પણ પૂર્વજન્મમાં જરૂર રતિ હશે, અન્યથા વિક્રમના મિષ વડે કામદેવને આ કેવી રીતે વરે ?
ઇત્યાદિક સાંભળવામાં રસિક એવી પરિજનોની વાર્તાઓ સાંભળતે વિક્રમરાજ મોટા ઉત્સવ સાથે પોતાના ઘેર ગયે. રત્નમંજરી રાણી
સ્ત્રીઓના ગુણરૂપ સમુદ્રને પાર પામેલી રત્નમંજરીને અતિશય આનંદ આપતો વિક્રમરાજા નિરંતર કામદેવને કૃતાર્થ કરતો હતો.
જેમ જેમ વૈભવની વૃદ્ધિ થવા લાગી, તેમ તેમ તેનું દાન પણ બહુ વધવા લાગ્યું. દિવસની વૃદ્ધિ થવાથી સૂર્યનું તેજ શું વધતું નથી.
તેના ઉત્કૃષ્ટ દાનગુણથી ઉત્પન્ન થયેલ યશરૂપી પટવનિ સર્વત્ર પ્રસરી ગયે, જેથી નિદ્રિત થયેલા યાચકે જાગ્રત થયા. દૂર દેશમાં રહેલા વાચકે પણ તેને અસામાન્ય દાની માનતા ભ્રમરાઓ જેમ કમલ પ્રત્યે તેમ દાન લેવા માટે વિકમ પાસે આવવા લાગ્યા.
ત્યારબાદ હરિશ્ચંદ્રરાજાને પુત્ર નહોતો તેથી તેણે પિતાનું વૃદ્ધત્વ જેઠ વિકેમને રાજ્યાસને થાપન કર્યો. પછી તે કાળ કરી પરકમાં ગયે.
હવે રાજ્યના બલથી વિક્રમરાજા વસંત સમય પામીને કામદેવ જેમ બહુ તેજસ્વી થશે. તેના પુણ્યથી પ્રેરાયેલા હોય તેમ મોટા