________________
વિષાપહાર
૨૧૧
તું બોલી જા.
તારી આગળ કંઈ ગુપ્ત રાખવાનું છે જ નહીં, એમ કહી નીલકંઠ પોતાની વિદ્યા બાલી ગયે.
પદાનુસારી બુદ્ધિએક પદ સાંભળવાથી બાકીનાં પદ પૂર્ણ કરવાની બુદ્ધિવડે વિકમે વિસ્મૃત થયેલું પદ પૂર્ણ કર્યું.
પછી સંપૂર્ણ વિદ્યાવાન થઈ નીલકંઠ સુંદર વચનથી બે.
હે વિકમ! આ તારી બુદ્ધિ કેઈનવીન પ્રકારની છે. અજ્ઞાત વિદ્યાનું પણું જે સ્મરણ કરે છે? અથવા જલ, આકાશ, દિશાઓ અને સમગ્ર વિશ્વને અવલોકનાર સપ્રજ્ઞાની સીમા હોતી નથી.
હે મિત્ર! તે મારે પ્રથમ ઉપકાર કર્યો છે, તો તેને બદલે મારાથી વળી શકે તેમ નથી, છતાં પણ કૃતજ્ઞતાને ઉચિત કંઈપણ મારે તારું હિત કરવું જોઈએ.
એમ કહી તેણે તે આકાશગામિની વિદ્યા અને એક વીંટી તેને આપી. વિશેષમાં તેણે કહ્યું, આ વીંટીને પ્રભાવ એ છે કે એના સ્પર્શવાળા જળથી સર્વ પ્રકારનાં વિષ ઉતરી જાય છે.
હે મિત્ર ! કોઈ વખત અહીં આવી આપને ફરીથી હું મળીશ, એમ કહી વિદ્યાધર પિતાના સ્થાનમાં ગયે.
વિદ્યા અને વીંટી મળવાથી સંતુષ્ટ થઈ વિક્રમ પણ પિતાને ઘેર ગયે. વિષાપહાર
લહમીના પ્રતિબિંબસમાન અને સુંદર પિપટ જેમાં રહેલું છે, એવી આમ્રમંજરી સમાન,
અતિ મનોહારી રત્નમંજરી નામે હરિશ્ચંદ્રરાજાની પુત્રી ઉદ્યાન અંદર જઈને પિતાની સખીઓ સાથે ક્રીડા કરતી હતી.
ત્યાં તેને કોઈક દુષ્ટ સર્પે દંશ કર્યો. તેનું વિષ ચરણથી મસ્તક સુધી એકદમ વ્યાપી ગયું. જેથી તે કાપેલી વેલડીની માફક મૂચ્છિત થઈ ભૂમિ ઉપર આલેટવા લાગી.
તે વાત જાણી તેનાં માતા પિતા વિગેરે તેની પાસે આવ્યાં અને વિષહારક ગારૂડિક વૈદ્ય પાસે વિષ ઉતારવાના ઘણાએ ઉપાય કરાવ્યા.