________________
૨૦૮
કુમારપાળ ચરિત્ર એ પ્રમાણે ગુરુવચનને સ્વીકાર કરી વિકમ ત્યાંથી આગળ ચાલે અને હંમેશાં જે કંઈને કંઈ વસ્તુનું દાન આપતે, તે ઘણી ભૂમિ ચાલી નીકળે. દાનમહિમા
એક દિવસ કેઈપણ વનમાં ગયે, ત્યાં તે આંબાના વૃક્ષની નીચે બેઠે. પછી વિચાર કરવા લાગે.
હું લક્ષ્મીને કેવી રીતે મેળવીશ? પાત્રદાન કેવી રીતે કરીશ? એમ સંકલ્પ કરતે હતે. તેવામાં ત્યાં એક દર તેની નજરે પડયું. તેની અંદર એક સોના મહેર જોઈ તેણે જોયું કે અહીંયાં નિધિ હવે જોઈએ. તેણે તે બિલ દવા માંડયું. કેટલોક ભાગ ખેદ્ય એટલે નિધિ પ્રગટ થયે. અંદર પાંચસો સોનૈયા દાટેલા હતા.
- આ પારકું ધન લેવું કે, ન લેવું, એમ તે વારંવાર વિચાર કરતું હતું, તેટલામાં ત્યાં પ્રગટ થઈ કેઈક દેવી બોલી,
હે વિક્રમ ! તારી દાનમય બુદ્ધિ જાણું તને નિધિ આપવા માટે આ આંબાના વૃક્ષમાં રહીને મેં બિલમાંથી એક સેને તને બતાવ્યો હતે.
આ દ્રવ્યનિધાન તું ગ્રહણ કર અને પિતાના દ્રવ્યની માફક ઈચ્છા પ્રમાણે ભેગવ, એમ કહી દેવી અદશ્ય થઈ ગઈ.
પછી વિસ્મય પામી વિક્રમ વિચાર કરવા લાગ્યા.
અહો ! દાનનો મહિમા કઈ વિચિત્ર છે. જેની વાસના પણ આ દેવીએ મને દેય...આપવા લાયકની માફક નિધિ આપે.
ત્યારપછી તે ધન લઈ વિક્રમ પતાના ઘેર ગયે. સામાન્ય ગૃહસ્થાશ્રમીની માફક તે ધનથી તે કંઈક સુખી થયા.
સર્વ સંપત્તિઓનું કારણ દાન છે, એમ માની વિક્રમ તે દિવસથી આરંભી હર્ષપૂર્વક વિશેષ દાન કરવા લાગ્યા.
કારણ કે દષ્ટફલમાં કેણ પ્રમાદ કરે?
અનુક્રમે પુણ્યરૂપ સૂર્ય ઉદય થવાથી તેને નિર્ધનતારૂપી અંધકાર નષ્ટ થયે છતે પ્રકાશની માફક ધીમે ધીમે વૈભવને ઉલ્લાસ થવા લાગ્યો.