________________
૨૦૬
કુમારપાળ અગ્નિ વડે ચાર પ્રકારના ધર્મનું આરાધન કરતા છતાં રાજ્યશ્રી ભેગવી વિકમરાજની માફક મુક્તિશ્રીને પામે છે. વિક્રમરાજા
લક્ષમીથી ભરપૂર ઘાતકી ખંડના ભરતક્ષેત્રમાં શિવપુર નામે નગર હતું.
તે સમસ્ત પૃથ્વીનું એક આભૂષણ હતું. જેની અંદર શેક હિત લેકે વસતા હતા, તેમજ હંમેશાં વિપત્તિ રહિત સંપત્તિઓ, દુઃખરહિત સુખ અને રોગના ઉદ્દભવ વિના ભેગે હતા.
તે નગરમાં ચંદ્રસમાન યશ અને કાંતિથી વિરાજમાન સજજનેને શાંતિ અપવામાં ચંદ્ર સમાન હરિશ્ચંદ્ર નામે રાજા હતે.
વિરુદ્ધ રાજાઓના નિર્મલ યશનું ભજન કરે તે પણ જેને ખલ્મ કાલસમાન દીપ હતું, એ મોટું આશ્ચર્ય હતું.
શીલરત્નને ધારણ કરતી રોહિણી નામે તેની સ્ત્રી હતી. જેણીએ સૌભાગ્યના અદ્દભુત વૈભવે વડે રોહિણીને પરાજય કર્યો હતે.
તેજ નગરમાં ત્રિવિક્રમ-વાસુદેવ સમાન મહાન પરાક્રમી વિક્રમ નામે એક રાજપૂત હતા. પરંતુ તે દુરંત દારિદ્રથી પીડાયેલે હતે.
તે અનેક પ્રકારના ઉપાયમાં બહુ કુશળ હતું, છતાં પણ નિર્ભાગ્યના શિરોમણિસમાન કેઈપણ ઠેકાણેથી તે ધન મેળવી શકે નહીં. જેથી બહુ ખેદાતુર થઈ તે વિચાર કરવા લાગ્યા. ' અરે એક ધન વિના આ મારા શૌર્યાદિક સમગ્ર ગુણે અંક વિનાના મીંડાઓ જેમ નિરર્થક થયા છે.
હું માનું છું કે, આ દુનિયામાં સર્વને સંજીવન ઔષધ એક ધન જ છે. કારણ કે, જેના દર્શનથી પણ મનુષ્ય જીવે છે, એ મોટું આશ્ચર્ય છે.
નિર્ધનપણાથી બીજુ કેઈ દુઃખ નથી અને ધનથી અન્ય કઈ સારૂ નથી, એમ જાણું બુદ્ધિમાન પુરુષોએ ઉત્તમ પ્રકારે ઘણું ધન સંપાદન કરવું. એ નિશ્ચય કરી વિક્રમરાજક્ષત્રિય દ્રવ્યર્જન માટે દેશાંતરમાં ગયે, કારણકે, “દ્રવ્ય મેળવવામાં મુખ્ય કારણ ઉદ્યમ હોય છે.”