________________
ઉદયનમંત્રી
૧૮૧ આથી બરાબર યાદ રાખવાનું છે કે જે માણસ શિવધર્મને ત્યાગ કરી જૈન ધર્મને સ્વીકાર કરે છે, તે શ્રીકુમારપાળ રાજાની માફક આ લેકમાં પણ મહા કષ્ટને પાત્ર થાય છે.
આપણું સૂર્યાદિ દેવની સ્તુતિ કરવાથી કુષ્ટાદિ રોગોની તત્કાળ શાંતિ થાય છે અને અરિહંતની સેવાથી તે તે રોગે પ્રગટ થાય છે.
એ પ્રમાણે કુતીથીઓ આપણી નિંદા કરશે. માટે આ વૃત્તાંત શત્રુઓના સાંભળવામાં ન આવે તેટલામાં નગરની બહાર જઈ હું મારા દેહને અગ્નિમાં તૃણની માફક બાળી નાખીશ.
ઉદયનમંત્રી છે. તે સ્વામિ! આ મરણની વાર્તા તમે વૃથા શા માટે કરે છે? દેવીને સર્વ ઇચ્છિત ભેગ આપીને જલદી પ્રસન્ન કરે.
વળી નક્ષત્ર તથા તારાઓનું સ્થાન જેમ આકાશ છે, તેમ પ્રાણાનું સ્થાન શરીર કહેવાય છે. શરીરને જ્યારે નાશ થાય, ત્યારે બુદ્ધિમાન એ પણ કયો પુરુષ નિયમની અપેક્ષા કરે ? | સર્વ સ્થલમાં સંયમની રક્ષા કરવી અને તેથી પણ પોતાના શરીરની પ્રથમ રક્ષા કરવી. કારણ કે, શરીર સ્વસ્થ હોય તે ફરીથીએ વિદ્વાન પુરુષ પ્રાયશ્ચિત કરી શકે છે.
એમ સર્વજ્ઞભગવાનના કહેવાથી જ્યારે પ્રાણુ સંકટ આવે છે, ત્યારે ચારિત્રધારી મુનિઓ પણ ચારિત્રને ત્યાગ કરી શરીરનું રક્ષણ
કરે છે.
તારે આ નિયમ પણ છ૧ આગાર સહિત કરેલો છે, માટે દેવની આજ્ઞાથી કરેલી હિંસાવડે તે તારા નિયમને ભંગ થશે નહીં.
હે રાજન્ ! આપ જીવે છતે આ પૃથ્વી બહુ સમય સુધી ઉત્તમ રાજા વાળી થાય અને લોકોને આનંદ મળે, માટે આપ ગમે તેમ કરી આત્મરક્ષણ કરો.
રાજર્ષિ શ્રી કુમારપાળ બે. હે મંત્રી! તું આ શું બોલે છે? કલ્પાંતમાં પણ કઈ રીતે હું જીવવધ કરવાનો નથી. સંસારી જીને સંસારનું કારણભૂત શરીર દરેક ભવમાં પ્રાપ્ત થાય છે. પરંતુ સર્વજ્ઞ ભગવાને કહેલું અને મુકિત આપનાર અહિંસા વ્રત ફરીથી મળતું નથી.