________________
~~~~
૧૯૮
કુમારપાળ ચરિત્ર નહિ તે હાથી મૂળ સહિત વૃક્ષને જેમ શ્રીયુત કુમારપાલરાજા રીન્ય સહિત તારે ક્ષણમાત્રમાં જરૂર નાશ કરશે.
આ પ્રમાણે દૂતનું વચન સાંભળી મથન કરાતા સમુદ્રની માફક સર્વ સભા ખળભળી ઉઠી અને ગર્વવડે આંધળા થયેલા કોધાદિક દ્ધાઓ બેલ્યા.
રે રે!! ખરની માફક વાચાલ આ કણ મૂખ અહીં આગળ ગરદન પકડીને ખૂબ જોરથી એને મારે. શું જોઈ રહ્યા છે ? ત્યાર પછી મિથ્યાત્વાદિ સુભટો તેને મારવા માટે ઉઠયા. તેમને નિવારણ કરી શ્રીમાન મેહરાજાએ દૂતને કહ્યું.
રે રે! અધમ ! જગતને જિતનાર હું અહી ઈંદ્રની માફક આનંદ કરું છું, તે તારા હેમચંદ્રસૂરિએ કયા મોહને પરાજય કર્યો ? તે તું કહે તે ખરો!
વળી આ કુમારપાલરાજા સંગ્રામની ઈચ્છાથી અહીં આવ્યા છે, તે યંગ્ય છે. કારણ કે, આ અતિ મૂઠરાજા અનર્ગલ-પ્રચંડ મારા ભુજબલને જાણતા નથી. પરંતુ જેને મેં પિતાના બલવડે નપુંસકની માફક સ્થાન ભ્રષ્ટ કરે છે, તે ધર્મરાજા શું મુખ લઈ અહી આવ્યું છે!
પ્રથમ મેં એને વૃદ્ધત્વને લીધે જીવતે મૂક હતો. હાલમાં યુદ્ધ યજ્ઞની અંદર પ્રથમ આહુતિ એની જ હું કરીશ.
ધર્મરાજા બહુ વૃદ્ધ હેવાથી મરવાને તૈયાર થયા છે, તે ઘટિત છે, પરંતુ પારકાને માટે આ તારે રાજા મૂખની માફક શા માટે મરવાની ઈચ્છા કરે છે?
ઠીક હું સમજી ગયે કે, ધર્મપુત્રીકરુણાના કહેવાથી પિતા ધર્મરાજાના સ્થાનમાં આ રાજા વગર મોતે મરે છે.
બહુ ખેદની વાત છે કે, સ્ત્રીને સ્વાધીન થયેલા પુરુષની બુદ્ધિ કેટલી ?