________________
૧૯૬
કુમારપાળ ચરિત્ર હે પ્રિય! મેહરાજાને પરાજય કરી ફરીથી મારા પૂજ્ય પિતાશ્રીને તેમના પવિત્ર સ્થાનમાં બેસારો.
એમ શ્રીકરણદેવીનું વચન સાંભળી શ્રી કુમારપાલરાજાએ તેજ વખતે શ્રીમાન ધર્મરાજા સાથે વિચાર કરી સદ્દધ્યાનરૂપી પોતાના સેનાપતિ પાસે તેના સમગ્ર સૌનિકને તૈયાર કરાવ્યા.
ત્યારબાદ ભગિનીપતિ-બનેવીની સહાયથી ધર્મરાજાના પુત્ર માદિક ગ્રીષ્મરૂતુમાં સૂર્યકિરણ જેમ તેજસ્વી થઈ કુદવા લાગ્યા.
ઔચિત્યરૂપ છત્ર, ન્યાય અને સદાચારરૂપ ઉત્તમ ચામર, સત્યરૂપ બતર અને જ્ઞાન તથા તપ આદિક આયુધને ધારણ કરી શત્રુઓને ઉછિન્ન કરવાની અભિલાષાવાળા શમાદિક મેટા પરિવાર સહિત શ્રીધર્મરાજા શ્રદ્ધારૂપ હાથી પર બેઠો.
તેમજ ગવડે ગુપ્ત છે અંગ જેના, જિનાજ્ઞાને મસ્તકે વહન કરે, સત્વરૂપ ખગને વહન કરે, શુદ્ધબ્રહ્માસ્ત્રવડે દેદીપ્યમાન છે કાંતિ જેની, વિવેકરૂપ પ્રચંડ ધનુષ, મૂલ ગુણ અને ઉત્તરગુણરૂપી બાણ, ભાવનારૂપ અદ્દભુત શસ્ત્રી-છૂરિકા તેમજ માધ્યય્યરૂપ તીણભાલાને ધારણ કરતે, વળી શ્રીમાન હેમચંદ્રસૂરિએ કરી છે. રક્ષા જેની અને
સર્વસાધુઓએ આપ્યો છે આશીર્વાદ જેને એ શ્રીયુતકુમારપાલ ભૂપતિ સાક્ષાત પરાક્રમની મૂર્તિ હેયને શું ? તેમ વૈરાગ્યરૂપ હાથીપર આરૂઢ થયે.
શ્રેષ્ઠ દિવસે સૈન્ય સહિત શ્રીધર્મરાજાની સાથે ગુર્જરંદ્ર મહારાજાને જીતવા માટે મનવડે પ્રયાણ કર્યું.
તે સમયે માર્દવ, આર્જવ, સૌમ્યત્વ, વિનય અને અભિગ્રહ વિગેરે તેના મુખ્ય સુભટ થયા.
મેહપુરની નજીકમાં જઈ કઈપણ સ્થલે નિવાસ કરી શ્રીમાન