________________
ધર્મરાજસ્થાપના
૧૯૫
શાસ્ત્રમાં કહેલા શ્રાવકના ગુણરૂપી કલશશ્રેણિ–ચોરી કરીને વિચારરૂપ ભવ્ય તરણેથી શણગારેલી શ્રદ્ધામય વેદી ઉપર પ્રબોધ રૂપ અગ્નિમાં
તત્વરૂપ ઘીને હેમ કરી પૂજય ગુરુશ્રીએ વધૂ સહિત રાજાને વેદિકાની પ્રદક્ષિણા કરાવી.
પછી હસ્ત મોચન સમયે ધર્મરાજાએ જમાઈને સૌભાગ્યસર્વજીવ પ્રિયત્વ, દીર્ધાયુષ અનેક પ્રકારનું બલ અને સૌખ્ય આપ્યું.
એ પ્રમાણે વિવાહ મંગલ મહોત્સવ પૂર્ણ થયા બાદ શ્રીમાનું કુમારપાળે ગુરુમહારાજના ચરણકમલમાં પ્રણામ કર્યો.
સૂરીશ્વરે રાજર્ષિને આશીવાદ આપે. या प्रापे न पुरा निरीक्षितुमपि श्रीश्रेणिकाद्यैर्नृपैः.
कन्यां तां परिणायितोऽसि नृपते ! त्वं धर्मभूमीशितुः । अस्यां प्रेम महद्विधेयमनिश खण्डयं च तद्वचोयस्मादेतदुरुप्रसंगवशता भावी भृशं निर्वृतः ॥१॥
હે નરેદ્ર! પૂર્વકાલમાં શ્રીમાન શ્રેણિકાદિ મહારાજાઓએ જેનું દર્શન પણ કર્યું નહોતું, તે શ્રીધર્મરાજાની કન્યા તને પરણાવી છે.
એની ઉપર તારે હંમેશાં બહુ પ્રેમ રાખો અને કોઈ દિવસ એના વચનનું ખંડન કરવું નહીં.
કારણ કે, એને બહુ પ્રસંગ કરવાથી તું અનંત સુખ પામીશ”
ત્યારબાદ શ્રી કુમારપાળરાજા ગુરુને નમસ્કાર કરી પિતાના ઘેર ગયા અને તેજ સમયે વિધિપૂર્વક કરૂણાદેવીને પટ્ટરાણીનું સ્થાન આપ્યું.
સર્વોત્કૃષ્ટગુણો વડે ચિત્તને આનંદ આપતી કરૂણાને જોઈ રાજા પિતાના સ્વભાવની માફક કોઈપણ સમયે તેને છેડતે નહોતે. ધર્મરાજ સ્થાપના
પિતાના પતિને અતિપ્રસન્ન થયેલા જાણી શ્રીકરૂણાદેવી બોલી.