________________
કૃપાપરિણયન
૧૯૩ કુંવારી જ સ્ત્રી સારી અથવા દીક્ષા લેવી સારી, પરંતુ બહુ શેકના દુઃખથી પીડાયેલી રાજાની સ્ત્રી સારી નહીં.
જે રાજાને જ વરવાની મારી ઈચ્છા હતી તે ત્રણ લેકમાં પ્રસિદ્ધ લક્ષમીવાળા રાવણાદિક રાજાઓને શા માટે હું ન વરત ? માટે પતિ અથવા પુત્ર રહિત સ્ત્રીનું ધન, હિંસા અને ઘુતાદિક વ્યસનેને ત્યાગી તેમજ સત્યાદિ ગુણોને ભંડાર જે હય, તે જ પુરુષ મારે પતિ થાય.
એ પ્રમાણે કૃપાનું વચન સાંભળી રાજાની ઈચ્છા કંઈક પલવિત થશે ” એ પ્રમાણે પિતાના હૃદયમાં જાણતી દૂતી પ્રમુદિત થઈ ફરીથી બોલી.
હે ભદ્રે ! આ કાર્ય સિદ્ધ થયું, કારણ કેતારા કહેવા પ્રમાણે ગુણવાન આ ભૂપતિ ખરેખર તારો પતિ થવાને લાયક છે.
અભયાદિક વસ્તુને ત્યાગ કરી તારી પ્રીતિને માટે જેમ સ્વદેશ અને પરદેશમાં આ રાજાએ હિંસાદિકને ત્યાગ કરાવે છે.
ત્યારપછી શ્રીકુમારપાલને પિતાને ઉચિત માની લજજાને સ્વાધીન થઈ કૃપા પ્રસન્ન થઈ બેલી. આ વાતમાં હું કઈ જાણું નહી, પરંતુ સર્વ હકીકત મારા પિતા જાણે. કૃપા પરિણયન
દૂતી ત્યાંથી નીકળી શ્રીમાન કુમારપાળરાજા પાસે આવી. કૃપાનું વૃત્તાંત નિવેદન કર્યું.
ગૂજરંદ્ર આ વાત સાંભળી પિતાને સ્વર્ગ મળ્યું હોય તેમ બહુ ખુશી થયે.
ત્યારપછી ભૂપતિએ તે વૃત્તાંત પિતાના ગુરુ શ્રી હેમચંદ્રસૂરિને કહ્યું, સૂરીશ્વરે બોધ કરી શ્રીધર્મરાજાની પાસેથી શ્રી કુમારપાલને તે કન્યા અપાવી.
ત્યારબાદ શુભલગ્ન સમયે શુભ ભાવરૂપી જળવડે જેણે સ્નાન કર્યું. ભાગ-૨ ૧૩