________________
સમલચિત્ત નગર
૧૯૧ સરસ્વતીએ લોકપ્રિય ગુણવડે પોતાના પિતાને પ્રસિદ્ધ કર્યો. તેમજ આ પુત્રી તમને પણ વિખ્યાત કરશે. વળી આ પુત્રી જેને વરશે, તે પુરુષને પણ કમલા જેમ વાસુદેવને તેમ ખરેખર ઉત્તમ પ્રતિષ્ઠાપાત્ર કરશે.
એ પ્રમાણે તેને પ્રભાવ સાંભળી માતા પિતાએ વૃદ્ધિ પમાડેલી કરૂણું ચંદ્રકલાની માફક તેમના માનસિક પ્રમોદસાગરને વધારવા લાગી. સમલચિત્ત નગર
સમલચિત્ત નામે નગર છે. તેની નજીકમાં દુર્નયનામે કિલ્લે છે. કિલ્લાની આજુબાજુએ દુષ્ટસેવા નામે માટી ખાઈ છે,
તે નગરની અંદર દુષ્ટ આશયવાળે મેહનામે રાજા છે. યમની માફક તેના ભયથી સર્વ જગત કંપે છે.
તેની અવિરતિ નામે સ્ત્રી છે. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલા વિશ્વને દુય એવા ક્રોધાદિક પુત્રો છે. અને હિંસા નામે એક તેને પુત્રી છે.
મિથ્યાશ્રત મંત્રી, દુધન સેનાપતિ અને દુર્વારપરાકમવાળા મિથ્યાત્વાદિક તેના સૈનિકો ગર્જના કરી રહ્યા છે.
હવે ધર્મરાજાનું વૃદ્ધત્વ હેવાથી મર્દોન્મત્ત મહારાજાએ તેને પરાજય કરી કુટુંબ સહિત તેને પિતાના સ્થાનમાં કાઢી મૂકો.
આમ તેમ ફરતે તે ધર્મરાજા અહીં તારે ઉદય જોઈ આપણા આશ્રમમાં આવી હાલમાં સુખેથી રહ્યો છે અને કૃપા–દયાનામે એની પુત્રી એગ્ય પતિ નહીં મળવાથી પરણ્યા વિનાની તે રહેલી છે.
હે દેવ ! હાલમાં તે કન્યા દ્વારમાં રહેલી તે જોઈ, એણના સૌંદર્યની સંપત્તિનું આથી બીજું શું વર્ણન કરીએ?
મહવલી સમાન જેણએ મોટા મહાત્માઓને પણ વશ કરેલા છે. આ કૃપા–દયાને પ્રિયા-સ્ત્રી કરવાને ભાગ્યવાન જ શકિતમાન થાય છે.
સામાન્ય પુરુષ કેઈપણ સમયે ક૯પવલ્લીને શું સ્વાધીન કરે છે?
એ પ્રમાણે ગુરુ મુખથી કૃપાની મહત્તા સાંભળી શ્રીકુમારપાલરાજા બહુ પ્રસન્ન થયા. “શ્રેષ્ઠ વસ્તુને વિષે કોણ નિસ્પૃહ હોય?”