________________
ધર્મ અને મોહનું યુદ્ધ
૨૦૧ તેટલામાં કામસુભટ બે. આ રીન્યને આડંબર વૃથા છે અને આ ઉદ્ભટ સુભટ શું બેલે છે ?
હે વિલે ! જલદી મને આજ્ઞા કરે. જેથી હું એકલો પણ યુદ્ધ કર્યા સિવાય યુવતિઓના ચંચલ કટાક્ષ શ્રેણીરૂપ પાલવડે સમસ્ત વૈરિકુલને બાંધી તમારી આગળ હાજર કરૂં.
એ પ્રમાણે સુભટની અતિશય સામર્થ્ય શકિત જે મહારાજા જીત મેળવેલાની માફક યુદ્ધભૂમિમાં ગયો.
તેટલામાં જ્ઞાનાદશદ્દતે પણ પિતાના સ્વામી પાસે આવી શત્રુનું આઘંત સર્વ વૃત્તાંત નિવેદન કર્યું.
તે સાંભળી હંમેશાં શાંત એવા પણ અસહ્ય પરાક્રમવાળા પ્રમાદિક સુભટે શ્રીમાન કુમારપાળનરેદ્રને કહેવા લાગ્યા.
અહો ! અમને બહુ શાંત જઈ આ શત્રુઓ પોતાની મહત્તા પ્રગટ કરે છે. કારણ કે, દીવે જ્યારે મંદ પડે છે, ત્યારે અંધકારના તરંગ
આ રંકેદશાને પ્રાપ્ત થયેલ મેહ કેરું છે? તેના પુત્ર તથા સુભટની શી ગણતરી છે ?
આપની આજ્ઞાથી ક્ષણમાત્રમાં એમને કણની માફક અમે દળી નાખીએ છીએ. સમુદ્રની માફક અમે ન્યરૂપ તરંગે વડે શત્રુઓ પ્રત્યે ગમન કરે છતે દેવ પણ દુઃખથી ઉલ્લંઘન કરે, એવી આપની આજ્ઞા જ તીરસમાન થાય છે.
ઠીક છે રણભૂમિમાં સર્વ જણાશે, એમ કહી શ્રીમાન ધર્મરાજા અને શ્રી કુમારપાળભૂપાળ બંને જણ દ્વ યુદ્ધ માટે ઉભા થયા.
પછી સૌ સહિત ધર્મરાજાને પિતાને પૃષ્ઠરક્ષક બનાવી શ્રીમાન ગુર્જરેદ્ર પિતે શત્રુની સન્મુખ રણક્ષેત્રમાં ગયે.
બહુ ગર્વિષ્ઠ થયેલા મોહરાજાને જોઈ શ્રીમાન કુમારપાળરાજાએ કહ્યું.
રે મેહ! ચાલ આપણે બંને જણ યુદ્ધ કીડા કરીએ. સૈનિકે. તટસ્થ જોયા કરે. સાક્ષાત પરાક્રમની મૂર્તિ હેયને શું? તેમ તે