________________
૧૯૯
કુમારપાળ અને મેહરાજાનું યુદ્ધ
આ લેકો મારા હાથે મરવાના છે, એ પ્રકારની વિધિએ લખેલે પિતાને લેખ સત્ય કરવા માટે આ અહી આવ્યા, તે યોગ્ય કર્યું છે.
રે દૂત ! હું તારી પાછળ યુદ્ધ કરવા માટે જરૂર આવું છું. રણસંગ્રામની અંદર ધર્મરાજા અને તારા સ્વામીને પણ તું બતાવજે.
એ પ્રમાણે મોહને પ્રત્યુત્તર સાંભળી દૂત ત્યાંથી વિદાય થયે.
ત્યારપછી ભયંકર ભ્રકુટી ચઢાવી મોહરાજાએ દુષ્યન સેનાપતિની પાસે પોતાનું સૈન્ય તેજ વખતે તૈયાર કરાવ્યું.
સ્કુરણયમાન માત્સર્યથી બનાવેલા બખ્તરને શરીરે ધારણ કરતે પરસ્ત્રીરૂપ દુકૃત્ય અને પ્રમાદઆદિક અરેથી વિભૂષિત મહારાજા નાસ્તિકતારૂપ હસ્તીપર બેસી અન્યાય વાચાલ અને કુશાસરૂપ પ્રધાનાદિક સહિત શત્રુઓને જીતવા માટે ચાલ્યો. કુમારપાળ અને મેહરાજાનું યુદ્ધ
મહારાજા બહુ જેસથી યુદ્ધમાં ચાલ્યા, ત્યારે બહુ પ્રકારની સુંદર ચેષ્ટાઓ કરતા સ્તબ્ધત્વ, અનાજંવ, કર્ય, નિંદા અને વ્યસન વિગેરે ઘણું સુભટો તેની આગળ ચાલતા હતા. તેમજ કૌધાદિક ઘણું તેના પુત્ર અને શત્રુઓને ગ્રાસ કરવામાં જ તૈયાર થયેલા મિથ્યાત્વાદિ દ્ધાએ તેની પાછળ ચાલ્યા.
શ્રીમાન કુમારપાળરાજાના સૈન્યની આ બાજુએ પિતાના લશ્કરને પડાવ કર્યો. પછી મંત્રી તથા પોતાના પુત્રોને બોલાવી મહરાજાએ કહ્યું.
અહો ! આ એક આશ્ચર્ય છે, તમે જીવતા છતાં કેમ દેખતા નથી! પુરુષોમાં પશુશમાન કઈક કુમારપાળ મને પણું જીતવાની ઈચ્છાય કરે છે.
અહે! ઈદ્રાદિક પણ જેના દાસ થઈ રહ્યા છે, તેની સાથે હાલમાં આ માણસ યુદ્ધ કરવા તૈયાર થયે છે. દેવનું કાર્ય તે જુઓ.
વળી મને આ એક મોટી ચિંતા છે કે, ત્રણે લેકના બળને હરણ કરનાર આ મારી ભુજા મનુષ્ય કીટને કેવી રીતે મારશે ?