________________
૨૦૦
કુમારપાળ ચરિત્ર એ પ્રમાણે શ્રીકુમારપાળભૂપાલની અવજ્ઞા કરવામાં તત્પર થયેલા પિતાના સ્વામીને જોઈ મિથ્યાશ્રમનામે મંત્રીએ તેને સમચિત ઉપદેશ આપે.
હે દેવ ! મનુષ્ય કીટ, એમ બેલી તું રાજર્ષિનું અપમાન કરીશ નહીં. મેં લોકમુખેથી સાંભળ્યું છે કે,
આ શ્રી કુમારપાળરાજા કોઈપણ પરમાત્માને અંશ છે.
વળી મારે મહિમા જાણે છે છતાં પણ જે તમારા શત્રુને સાથે લઈ તમારી સાથે યુદ્ધ કરવા આવ્યું છે તે સામાન્ય કેમ હશે?
તેમજ હે સ્વામિ! તમારી પુત્રી હિંસાને એણે દેશ બહાર કાઢી મૂકી છે, તે તમે જુઓ છે.
અને ધુતાદિક તમારા મિત્રોની જે દુર્દશા કરી છે, તે હું તમને શું કહું ! વળી દેવસમાન એના ગુરુ એની પાછળ રહેલા છે. માટે દેવપણુ પિતે એને જીતવાને સમર્થ નથી. પછી બીજાની તે વાત જ શી?
એના જ બલવડે ધર્મરાજા પણ વરને બદલે લેવા આવ્યા છે. સમય ઉપર કો બુદ્ધિમાન પોતાની કાર્યસિદ્ધિ ન કરે?
માટે હે સ્વામિ ! આ યુદ્ધને સમારંભ વસ્તુતઃ સાર નથી. એમ કહી મંત્રી મૌન રહ્યો એટલે મહારાજાના પુત્રો એકદમ ક્રોધાયમાન થઈ ગયા.
ત્યારપછી ક્રોધ બોલે. શી ભીતિ છે? મને કહો ! વડવાનલની માફક હું સમગ્ર શત્રુના રીન્ય સાગરને શોષી લઈશ. તમારે કોઈને ચિંતા કરવી નહીં,
ત્યારબાદ અભિમાનથી ઉદ્ધત બનેલો માન છે. આચારરૂપ નેત્રને લેપ કરી આ સર્વજગતને પણ આંધળું કરી નાખ્યું. એટલી મારામાં શકિત છે, તે નષ્ટપ્રાય પુરુષને શે હિશાબ છે?
ત્યારપછી ઉત્સાહસહિત દંભ બો. દેવને પણ છેતરનાર હું રહે છતે આ રીન્યને જીતવામાં શા માટે સંશય કરવો જોઈએ !
ભયરહિત લેભ છે. સમુદ્રની માફક સર્વજગતને તૃષ્ણાપૂરમાં ડૂબાવતાં મને દેવપણ રેકવાને શક્તિમાન નથી.