________________
૧૯૨
કુમારપાળ ચરિત્ર સુમતિદૂતી
તેણીના વિરહની વ્યાતિથી વ્યાકુલ થયેલા ભૂપતિએ કરૂણા પ્રત્યે તેની પ્રાર્થના માટે પિતાની સુમતિ દૂતીને મેકલી.
દૂતી કરૂણાની પાસે જઈ હાથ જોડી ઉત્સાહ પૂર્વક શર્કરા સમાન મિષ્ટ વચન બોલવા લાગી.
ચુકયવંશરૂપી સાગરમાં કૌસ્તુભરન સમાન શ્રીમાન કુમારપાળ નામે ગૂર્જરદેશને રાજા આ નગરમાં રહે છે.
જે રાજા એકાકી છતાં પણ પૃથ્વીમાં પર્યટન કરી કળાવાન પુરુષની સેવાવડે સમગ્ર કલાઓ પ્રાપ્ત કરીને પૂણેન્દુ સમાન દીપે છે. તેમજ તેના સગુણવડે વશ થઈ હોય તેમજ ગૂજરદેશની રાજ્યશ્રી પિતે જ આવીને ભાગ્યશાળીની સેવામાં રહેલી છે.
પરાક્રમી રાજાઓને અભિમાન ઉતારનાર જે રાજા ત–જુગારમાં પાસાઓ વડે જેમ દિગ્વિજયમાં પ્રથમ ઉખાડીને આરેપિત કરેલા રાજાઓ કીડા કરે છે.
કારૂણ્યને એક સાગર અને હૃદયમાં સમ્યકત્વને ધારણ કરતો જે રાજા આલેકમાં “પરમહંત” એ પ્રમાણે પંડિત વડે હંમેશાં અતિશય ગવાય છે.
દેષ રહિત વિદ્યાદિક ગુણવડે વરમાં શિરમણ સમાન તે શ્રીકુમારપાલરાજા હાલમાં પાણિગ્રહણ માટે તારી પ્રાર્થના કરે છે.
માટે હે ભદ્ર! વિશ્વને રંજન કરનાર આ રાજાને પરણી ચંદ્ર સાથે કૌમુદી જેમ હર્ષ સહિત તું સ્વેચ્છા પ્રમાણે તેની સાથે ક્રીડા કર. કરૂણ મનસ્ય
નાકની ટીસી મરડી શ્રીકુમારપાલ ઉપર અરૂચિ જણાવતી કરૂણ તે દૂતી પ્રત્યે બોલી. રાજાની સ્તુતિ કરી તું શું મને છેતરે છે?
રાજા સાથે સ્ત્રીઓને વિવાહ સુખદાયક થતું નથી. રાજા પરણીને બહુ સ્ત્રીઓ પર રકત થઈ પ્રાયે પૂર્વ ભવના વૈરીની માફક ફરીથી સ્ત્રીના સન્મુખ જેતે નથી.