________________
૧૮૪
કુમારપાળ ચરિત્ર ઉત્તમ સુગંધવાળા દિવ્ય સ્વર્ણ પુપથી પૂજીને
હંમેશાં હું મારા મસ્તકે વારંવાર ધારણ કરૂં, તેપણ આપે કરેલા અનેક ઉપકારોના દેવામાંથી કોઈ દિવસ હું મુકત થઈ શકે તેમ નથી.”
આ પ્રમાણે નરેંદ્રની કૃતજ્ઞતાથી પ્રસન્ન થયેલા શ્રી હેમચંદ્રસૂરિ બોલ્યા,
હે રાજન! મેં તારો શે ઉપકાર કર્યો છે? જેથી આ પ્રમાણે તું બોલે છે.
તું જે દુઃખમાંથી મુક્ત થાય છે, તે તારા પુણ્યને પ્રભાવ છે, કારણ કે, દી જે અંધકારનો નાશ કરે છે, તે તેના તેજને જ મહિમા છે.
જેની પાસે હંમેશાં પુણ્યરૂપી સૂર્ય પ્રકાશે છે, તેની નજીકમાં કઈ દિવસ આપત્તિરૂપ રાત્રિ બાળે ખરી ?
અમારા વચનથી તે સર્વત્ર હિંસા નિષેધ કરાવ્યું, એ અમારા સર્વ ઉપકારને બદલે તે વાળી આપે છે.
તારે કેઈપણ નિષ્કય બાકી રહ્યો નથી.
તેમજ દક્ષ, નીતિજ્ઞ, ધનાઢય અને શૂરવીર તે ઘણાએ હોય છે, પરંતુ પરદુઃખથી દુઃખીઆ તે આ જગતમાં કઈક ઠેકાણે બે ત્રણ જ હોય છે.
આ વિષમ સમયમાં પ્રાણાંત દુખ સહન કરીને પણ તે જે જીવદયા વ્રત પાળ્યું છે, તે પ્રમાણે બીજો કેઈ સાધુપણ પાળી શકે નહીં.
દારિદ્ર અવસ્થામાં દાનની, રણસંગ્રામમાં પરાક્રમી અને પ્રાણ સંદેહમાં વ્રત પરીક્ષાની કસોટી થાય છે.
આવા દુસહ કgવડે પણ તું વીરભગવાનની આજ્ઞાથી ભ્રષ્ટ ના થયે, તેથી નૃપ ! “પરમહંત” પરમ શ્રાવક એવું તને બિરુદ આપવામાં આવે છે.