________________
ગુરુને ઉપકાર
૧૮૩ કાંતિમય શરીર જોઈ રાજા હર્ષ અને આશ્ચર્યાદિકને સ્વાધીન થઈ ગયે.
રાજાએ મંત્રીને કહ્યું. ગુરુમહારાજનું સામર્થ્ય અદ્ભુત છે. આવા અસાધ્ય કષ્ટને પણ જેણે ધવંતરિની માફક દૂર કર્યું.
મેઘ સમાન દૃષ્ટિવડે ગુરુ મહારાજ જ્યાં સુધી જતા નથી, ત્યાં સુધી જ દેવીઓને કે પાગ્નિ સંપૂર્ણ બાળે છે.
અહો ! મારી ઉપર ગુરુ મહારાજની કોઈ અલૌકિક કૃપા છે. વ્યાઘથી શિયાળ જેમ હંમેશાં મૃત્યુથી જે કૃપાએ મારૂં રક્ષણ કર્યું.
એમ રાજા ગુરુમહારાજની બહુ સ્તુતિ કરતું હતું, તેટલામાં દુખેથી નિર્ગમન કરવા લાયક રાત્રી પણ પાપણિની માફક ક્ષીણ થઈ ગઈ. ગુરુને ઉપકાર
પ્રભાત કાળમાં પ્રાતઃકાળની ક્રિયા કરી શ્રીમાન કુમારપાલ રાજ મંત્રી વિગેરે સહિત ગુરુ પાસે ગયે. ચરણકમળમાં વંદનમાં કરી ગુરુને કહ્યું.
હે ભગવાન! એક કહાની આપના પ્રભાવનું હું કેટલું વર્ણન કરું?
અગત્યની માફક આપ મારા દુઃખ સાગરનું વારંવાર પાન કરે છે. આપને પ્રાચીન ઉપકારોને કોઈ પણ બદલે મારાથી વળે તેમ નથી. વળી આ હાલના ઉપકારને બદલે વસ્તુતઃ કયાંથી હોય ? | સર્વ ઉપકારોમાં પ્રાણ રક્ષણ કરવું તે સીમા છે, અર્થાત્ એનાથી અધિક બીજે કઈ ઉપકાર નથી. વળી તદુપરાંત જે મને આપે સદ્ધર્મને બંધ કર્યો, તે તેની ઉપર ચૂલા-શિખા સમાન થયેલ છે. આપને પ્રત્યુપકાર હું કેવી રીતે કરી શકું? प्रक्षाल्याऽक्षतशीतरश्मिसुधया गोशीर्षगाढयै
लिप्त्वाऽभ्यर्च्य च सारसौरभसुरस्वर्णप्रसूनैः सदा । त्वत्पादौ यदि वावहीमि शिरसा त्वत्कर्तृकोपक्रिया
प्राग्भारात् तदपि श्रयाभि भगवन्नापर्णतां कर्हिचित् ॥१॥ “હે ભગવન ! પૂર્ણ ચંદ્રના અમૃતવડે આપના ચરણ કમલને ધોઈ, ગશીર્ષ ચંદનના ગાઢ દ્રવ્યવડે વિલેપન કરી,