________________
૧૬૦
કુમારપાળ ચરિત્ર પરંતુ બહુ ક્રોધના આવેશથી તેની સ્ત્રીઓ પ્રત્યુત્તર આપે નહી તેમજ દ્વાર પણ ઉઘાડયું નહીં.
ત્યારે સુબુદ્ધિમંત્રી ખિન્ન થઈ છે. મારી આ કામાંધતાને ધિક્કાર છે કે જેથી આ દુષ્ટ સ્ત્રીના દષ્ટિપાશમાં પક્ષીની માફક હું પડે.
સર્ષે ગ્રહણ કરેલી છછુંદરીની માફક વ્યર્થ મેં એને સ્વીકાર કર્યો, જેથી એણને આદર અથવા ત્યાગ થઈ શકતું નથી. પલીપતિ
સુબુદ્ધિનું અઘટિત વચન સાંભળી તે અચંકારિતભફ્રિકા દ્વાર ઉઘાડી બહાર નીકળી.
પિતાના પતિને છેતરી અશોકવનમાં ગઈ. ત્યાંથી પિતાને ત્યાં જવા માટેના માર્ગે ગઈ, કારણ કે સ્ત્રીઓ જ્યારે રસાય છે, ત્યારે તેમનું બળ તે તરફ હોય છે.
અંદર ક્રોધાગ્નિને ધૂમ અને બહારના ગાઢ અંધકારને લીધે તેનાં નેત્ર રોકાઈ ગયાં, જેથી તેણીને પીયરના માર્ગની ગમ પડી નહીં. ટોળામાંથી છુટી પડેલી મૃગલીની જેમ તે બીચારી આમ તેમ ભમવા લાગી.
રૂ૫ અને આભૂષણેથી લક્ષમી સમાન દેખાતી તે સ્ત્રીને અકસ્માત આવેલા ચોરોએ પકડી લીધી. છાતી ફાટ તે વિલાપ કરવા લાગી. તેના મુખમાં વસ્ત્રને ડુચે મારી ચાર લોકોએ સર્વ આભૂષણ લઈ લીધાં, કારણ કે, તેમનું આ મુખ્ય કાર્ય છે.
- ત્યારબાદ પુથી ઉલાસ પામતી વેલીઓ જેની અંદર રહેલી છે, એવી સિંહગુહાનામે પલ્લીમાં તેઓ તેને લઈ ગયા અને વિજય માટે ભેટની જેમ પલીપતિને તે સ્ત્રી અપર્ણ કરી.
કાકસમાન રસ્વર અને ખરાબ સ્વરૂપવાળા તે પલ્લી પતિને જોઈ હંસીની માફક ભદ્રિકા તેની દષ્ટિગોચર પણ થઈ નહીં.
પલ્લીપતિએ તેને પોતાની માતાને સંપીને કહ્યું કે, આ મારી સ્ત્રી થાય, તેવી રીતે તું એને બોધ આપ. એકાંતમાં માતાએ તેણીને કહ્યું.