________________
સ્ત્રીષ
૧૫૯
ચીરેષ
એક દિવસ ચંદ્રરાજાએ પિતાના સેવકને પૂછયું. હાલમાં આ મંત્રી બહુ વહેલે શા માટે ઘેર જાય છે?
સેવકેએ તેની સ્ત્રીનું વૃત્તાંત નિવેદન કર્યું. તે સાંભળી રાજાને કૌતુક થયું. તેથી તેણે કામને પ્રસંગ બતાવી તે દિવસે મંત્રીને અધરાત્રી સુધી કચેરીમાં બેસારી રાખ્યું. ત્યારબાદ તે મંત્રી પોતાના ઘેર ગયે.
હે પ્રિયે ! દ્વાર ઉઘાડ, એમ તેણે ઘણું બુમ પાડી, પરંતુ રેષને લીધે તેણીએ દ્વાર ઉઘાડ્યું નહીં.
ફરીથી તે બોલ્યો. “હે પત્નિ ! તું ક્રોધ કરીશ નહીં. આજે કંઈ કામને લીધે અત્યાર સુધી રાજાએ મને બેસારી રાખે. ધનની ઈચ્છાથી ખરીદાયેલે જેને આત્મા સ્વાધીન નથી, તે પુરુષ સ્વેચ્છા પ્રમાણે જવા આવવાને કેવી રીતે શક્તિમાન થાય? विक्रीणीते धनलवकृते जीवित सौख्यहेतोः,
स्वातन्त्र्यञ्च त्यजति भजति द्वाःस्थता मानलब्ध्यै । कीर्तिस्फुत्यौं घटयति चटून्यानमत्युच्चतायै,
माहात्म्याथ तुदति जनतां सेवकस्याऽद्भुता धीः १११ ॥१॥ લેશમાત્ર દ્રવ્ય માટે જીવિતને પરાધીન કરે છે. સુખના લેભથી સ્વતંત્રપણું છેડી દે છે. માનની પ્રાપ્તિ માટે દ્વારપાલની સ્થિતિ ભેગવે છે. કીર્તિના વિલાસ માટે પ્રિય વચન બેલે છે.
ઉચ્ચતા માટે નમન કરે છે, તેમજ મહિમાની ઈચ્છાથી લોકોને દુઃખ દે છે.
અહે! સેવકની બુદ્ધિ વિચિત્ર હોય છે.
માટે રાજાને સેવક થઈ હાલમાં હું રહ્યો છું, તે મારે છે દેષ છે?
તું વિચાર કર, કૈધને ત્યાગ કર, એમ મંત્રીએ ઘણું કહ્યું.