________________
૧૫૮
કુમારપાળ ચરિત્ર ત્યારબાદ દેવીની માફક નિઃશક અને નાના પ્રકારના અલ કારાથી વિભૂષિત તે પેાતાની સખીએ સાથે ઉદ્યાનેામાં ઇચ્છા મુજબ રમવા
લાગી.
ઉદ્યાનની અંદર આશ્રમ જરીની જેમ બહુવિલાસ કરતી ભટ્ટિકાને જોઈ કામાતુર થયેલા યુવાન પુરુષ પિક-કોયલની માફક બહુ આસક્ત થયા અને તેણીના પિતા પાસે જઈ તેએએ તેણીની પ્રાથના કરી. પિતાએ પણ પ્રત્યુત્તર આપ્યા કે; જે એનુ વાકય ઉલ્લંઘન ન કરે, તે પુરુષને એ કન્યા હું આપું.
કુલીન પુરુષોએ સ્ત્રીને સ્વાધીન થવું, તે ઉચિત ગણાય નહીં. એમ જાણી તે લેાકેાએ ફરીથી તેની માંગણી કરી નહી, સુબુદ્ધિમત્રી
અન્યદા ઉદ્યાનમાં ક્રીડા કરતી અચકાતિભટ્ટિકાને જોઈ બુદ્ધિમંત્રી કામાતુર થઈ ગયા, જેથી તેણે પાતાના બંધુઓને મેાકલી તેણીના પિતા ધનપ્રવર પાસે તે કન્યાની માગણી કરાવી.
ધનપ્રવર શ્રેષ્ઠીએ કહ્યું. મારી પુત્રીનુ વચન તારે પાળવુ પડશે, સુબુદ્ધિએ તે પ્રમાણે કબુલ કર્યું. પછી મહોત્સવપૂર્વક ભટ્ટિકાની સાથે તેણે લગ્ન કર્યુ. દેવીની માફક ટ્ટિકાની આજ્ઞાને 'મેશાં મસ્તકે મુકુટસમાન ધારણ કરતા સુબુદ્ધિમંત્રી પાવતીને શંકર જેમ પ્રીતિવડે તેને આનંદ આપતા હતા.
એક દિવસ તેણીએ પેાતાના પતિને કહ્યું. હે સ્વામિ ! સૂર્યાસ્ત પહેલાં તમારે વહેલું ઘેર આવવું, બહાર રહેવું નહીં. સ્ત્રીની પ્રીતિ વધારવા માટે તે વચન પણ મંત્રીએ કબુલ કર્યુ. અહે!! કામિની— સ્ત્રીએ શું નથી કરતી અથવા લાકો કામથી અંધ બને છે.
ત્યાર બાદ સુબુદ્ધિમત્રી હંમેશાં રાજકાય` બહુ ઝડપથી આટોપીને સાંયકાળે પેાતાને ઘેર આવતા. સ્ત્રીના વાકયનુ કાણુ આલંધન કરે?