________________
~
~
~~~
www A
wwwwww
૧૭૨
કુમારપાળ ચરિત્ર ~ થયા. ત્યારે મયૂરની લાફક હણ થયેલા શ્રી કુમારપાલભૂપતિએ મધુરવાણીએ પ્રશ્ન કર્યો.
હે પ્રભે! મિથ્યાત્વરૂપ ધતુરાના આસ્વાદથી હું બ્રાંત થયું હતું, જેથી લેહુ-માટીના ઢેફાને સુવર્ણ સમાન અને અતત્વને પણ તત્વરૂપ મેં જાણ્યું હતું.
હાલમાં તે આપની વાણીરૂપ અમૃતનું પાન કરવાથી મારે ભ્રમ ચાલ્યા ગયા છે.
સમગ્ર ધર્માદિતત્વસ્વરૂપ યથાર્થ હું જાણું છું. બોધરૂપ શલાકાવડે મારા અજ્ઞાનપટલને દૂર કરી આપે જ્ઞાનમય નેત્ર પ્રકટ કર્યું છે.
વળી હે ભગવાન ! મારી ઉપર કૃપા કરી મહાકલ્પવૃક્ષ, ચિંતામણિ વિગેરેના મહિમાને તિરસ્કાર કરનાર શ્રાવક ધર્મમાં મને સ્થિર કરે.
એ પ્રમાણે રાજાની પ્રાર્થનાને સ્વીકાર કરી શ્રેષ્ઠ લગ્નમાં મહેત્સવ પૂર્વક ચતુર્વિધ સંઘની સાક્ષીએ
શ્રી હેમચંદ્રસૂરિએ વિધિપૂર્વક સત્કર્મના સમૂહની માફક અખિલ ભૂમંડલનું ઐશ્વર્ય હેયને શું? તેમ સમ્યક્ત્વ સહિત શ્રાવક ધર્મને ઉપદેશ કર્યો.
ત્યારબાદ વરરાજા જેમ વધૂને તેમ શ્રીકુમારપાલનપતિ ધર્મલક્ષમીને આગળ કરી પવિત્ર સમવસરણની પ્રદક્ષિણા કરતે બહુ શોભાને પાત્ર થયા.
રાજાની ઉપર મુનિઓએ શ્રીખંડચંદનને વાસક્ષેપ કર્યો. જેથી તે સર્વદિશાઓમાં પ્રસરી ગયે.
તે સમયે લેકેને વસંતક્રીડાને અનુભવ થયો.
ત્યારબાદ આસક્ત થયેલી પુણ્યલક્ષમીએ મૂકેલા હજારો કટાક્ષ હાય ને શું? તેમ સંઘ લોકેએ રાજાની ઉપર નાખેલા શુદ્ધઅક્ષત-ચોખા શોભતા હતા.
શ્રીકુમારપાલરાજા શ્રાવકધર્મપામી આ લેકમાં પણ ભવિષ્યમાં પ્રાપ્ત થનાર મોક્ષની વાનકી સમાન પરમાનંદ પામે.