________________
૧૭૪
કુમારપાળ ચરિત્ર એ પ્રમાણે સમ્યધર્મજ્ઞાતા ચૌલુકયભૂપતિએ ધર્મનું મૂળસાધન દયાની સર્વત્ર પ્રવૃત્તિ કરવાની ઈચ્છા કરી. જીવદયા
ચારે વર્ષોમાં પિતાને અથવા અન્યને માટે જે કઈ પાપિષ્ટ બકરાં તેમજ મૃગલાં વિગેરે જીવેને વધ કરશે, તે પુરુષ રાજદ્રોહ થશે.
એમ નગરમાં નગારાની ઉદ્ઘેષણા કરાવી રાજાએ પ્રાણીઓના જીવિતદાનની માફક અમારી પ્રવર્તાવી.
તેમજ વ્યાધ-મૃગહિંસક, શૌનિક કસાઈ, ધીવર-માછીમાર અને કલાલ વિગેરેના પાપસ્થાનને ઉચ્છેદ કરી તેમની પાસે પણ જીવદયા પળાવવા લાગે.
તે સમયે જુગારીઓમાં સત્યવાણું અને દુષ્ટ લેકેમાં શિષ્ટતા જેમ કસાઈ વિગેરેમાં તે દયા આશ્ચર્યકારક પ્રગટ થઈ.
તેમજ રાજાની આજ્ઞાથી કેઈપણ માણસ વાછરડાં, બકરાં અને ગાયે વિગેરે પ્રાણીઓને પણ ગાળ્યા વિનાનું પાણી પાતા નહોતા.
ત્યારબાદ રાજાએ પોતાના દેશમાં તેમજ પોતાના સ્વાધીન રાજાઓના દેશમાં પણ હિંસા નિષેધને માટે પિતાના હિતપુરુષને મોકલ્યા.
ભૂપતિના હુકમથી તેઓએ પણ સૌરાષ્ટ્ર, પાટરી, ખંભાત, સમુદ્રકિનારાના અનેક સ્થલ, લાટ, માલવ, આભીરક, મેદપાટ, મરુસ્થલ મારવાડ અને સપાદલક્ષદેશમાં જઈને શક્તિ, ભક્તિ અને દ્રવ્યાદિકવડે સર્વત્ર પાપવ્યાધિની માફક હિંસાને નિષેધ કરાવ્યું.
ઘતાદિક પણ હિંસાનાં કારણે છે, એમ જાણી રાજાએ સમસ્ત કેમાં નગારાની ઉદ્દઘોષણાપૂર્વક ધૃત વિગેરે સાતે વ્યસનેને નિષેધ કરાવ્યું.
પછી સાતે વ્યસન મુસ્તિકાનાં પુત્તળાં બનાવ્યાં. તેમનાં સુખ મષીથી શ્યામ કર્યા. પછી તે સાતેને ગધેડા પર બેસાડી દરેક રસ્તાએમાં ફેરવીને નગરમાંથી તથા પિતાના દેશમાંથી કાઢી મૂક્યાં.