________________
૧૭૫
માહેશ્વરવણિક માહેશ્વરવણિક
પિતાના દેશની અંદર કોઈપણ ઠેકાણે કોઈ પણ માણસ જીવહિંસા કરે છે કે નથી કરતો ! તેની તપાસ માટે શ્રી કુમારપાલે પિતાના ચરપુરુષે મેકલ્યા
તેઓ પણ હંમેશા સર્વત્ર ફરતા ફરતા હિંસકને તપાસ કરતા સપાદલક્ષ દેશના કોઈક ગામમાં ગયા.
તે સમયે ત્યાં માહેશ્વરનામે વણિક પિતાની સ્ત્રી પાસે કેશપાશ જેવરાવતે હતે.
તેના માથામાંથી તેની સ્ત્રીએ તેને એક યૂકા-જુ આપી. તેણે તે જુને મારી નાખી.
દૂર રહેલા છતાં પણ તે ચરપુરુષએ તે બાબત પિતાની હોંશીયારીથી જોઈ લીધી. તરત જ તેઓ માહેશ્વરની પાસે આવ્યા અને ચોરની માફક મરેલી જુ સાથે તેને પકડી લીધો.
ત્યારબાદ તેઓ તેને પાટણમાં લઈ ગયા. તેમજ તેમના કહેવાથી તે વણિકનું દુષ્ટચરિત્ર જાણું રાજાએ તિરસ્કાર પૂર્વક કહ્યું.
રે રે નિર્દય ! સર્વત્ર પ્રાણીને મેં નિષેધ કર્યો છે, તે તું જાણે છે છતાં પણ આ ચૂકા-જુ તે શા માટે મારી?
માહેશ્વર બેલ્યા. સ્વામીની માફક મારા માથામાં માર્ગ પાડી રાક્ષસીની જેમ આ જુ મારૂં રૂધિર પીતી હતી, માટે એને મેં મારી નાખી.
રાજાએ કહ્યું. રક્તપાન કરવાની જ એની સ્થિતિ હોય છે. તે રિથતિ પ્રમાણે વર્તતી આ યુકા જે મારવામાં આવે તો પોતપોતાની રિથતિમાં રહેલા સર્વ છે પણ મારવા જોઈએ. રે! આ પશુ સરખે તું કે છે?
રાજા મહારાજા અને ચવતીઓમાં પણ કા પિતાની દુષ્ટા છેડતી નથી. કારણકે, દરેકને પોતાની વૃત્તિ દુત્યજય હેાય છે.
માત્ર પીડા કરવાથી ચૂકી છે કે, તે મારી નાખી, તો એણીના પ્રાણ હરણ કરવાથી તને કેમ ન મારે જોઈએ?