________________
રાજયાભિષેક
રાજયાભિષેક
યક્ષાદિકના કહેવાથી આશ્ચર્યજનક પુત્રનું ચરિત્ર સાંભળી રાજા બહુ ખુશી થયા અને તેજ વખતે ભીમકુમારને તેણે રાજ્યગાદીએ બેસાડયે.
૧૭૧
તેમજ પાતે વાહન રાજાએ સયમરૂપ ઉત્કટ સૌન્યવડે પેાતાને વશ કરેલું અને શાશ્વતલક્ષ્મીથી વિભૂષિત મુકિતરાય દીપાવ્યું, ભીમભૂપતિ વૃદ્ધિમાં બૃહસ્પતિસમાન મતિસાગરમ’ત્રીને પેાતાની પાસે રાખી યક્ષાદિકને વિદાય કરી રાજ્યનું પાલન કરવા લાગ્યા.
યુદ્ધમાં કુશલ એવા ધનુષને ધારણ કરી લીલાવડે ભીમનૃપતિએ કૃષ્ણે દૈત્યેાને જેમ યુદ્ધમાં શત્રુઓને જીતી લીધા.
ચતુરંગ સેના તે માત્ર તેના આડંબર માટે હતી, પરંતુ ભૂમડલ તે તેણે પેાતાના ખલવડે જ કેવલ વશ કર્યું હતું.
વળી તેના રાજ્યમાં દુભિ ક્ષનુ' તેા નામ જ નહેાતુ, તેમ જ અતિ વૃષ્ટિ, અનાવૃષ્ટિ, શલભ-તીડ, મૂષક-ઉ ંદર, શુક-પેાપટ, અને નજીકના વિરૂદ્ધરાજાઓ, એ છ ઇતિ ઉપદ્રવે પણ નહેાતા,
અનીતિ, ચારી, પરદ્રોહ અને ઈર્ષ્યાદિ દોષાના સવથા તેના રાજયમાં અભાવ હતે.
રાજય એ પ્રાચીન પુણ્યનુ' ફલ છે, એમ માની તત્ત્વદૃષ્ટિએ પુણ્યનુજ આરાધન કરતા ભીમભૂપતિ સત્કાર્યની સેવા કરતા,
હૃદયમાં સમ્યકૃત્વને ધારણ કરતા, પ્રજાવગ ને સુકૃતમાં ચલાવતા તેમજ જૈનમતને ઉદ્યોત કરતા ભીમરાજા ઘણેા વખત રાજ્યપાલક થયા.
ત્યારખાદ વૃદ્ધાવસ્થામાં વૈરાગ્યવર્ધક સદૃગુરુની વાણી સાંભળી મહાપરાક્રમશાલી પેાતાના પુત્રનેા રાજ્યાભિષેક કરી પાતે દીક્ષા ગ્રહણ કરી, દુસ્તપ તપશ્ચર્યાંરૂપ તાપવડે મલપકના ઉચ્છેદ કર્યાં. ત્યારબાદ કેવલજ્ઞાન પામી ભગવાન ભીમરાજિષ માધામમાં ગયા.
ગુરુસòધ
એ પ્રમાણે મેઘની માફક ધર્મામૃતની વૃષ્ટિ કરી ગુરુમહારાજ શાંત