________________
૧૬૮
કુમારપાળ ચરિત્ર જનેના પ્રલાપ સાંભળી હું આકાશમાંથી નીચે ઉતરી અને તેમને મેં કહ્યું. | હે મહીનાથ ! બે દિવસની અંદર તારા પુત્રને હું અહીં લાવીશ. એમ પ્રતિજ્ઞા કરી જલદી હું તારી પાસે આવી છું. માટે હે મહાશય! તું જલદી તૈયાર થા. વિયાગ અગ્નિથી અત્યંત બળતાં તારા માતા પિતા વિગેરેને પિતાના દર્શનરૂપ જલવડે તું શાંત કર.
એ પ્રમાણે કાલિકાદેવીનું વચન સાંભળી ખુશ થયેલે ભીમકુમાર ચાલવાની તૈયારી કરે છે, તેટલામાં આકાશમાર્ગે અપાર કાંતિમય વિમાન શ્રેણ દેખાવા લાગી. | કુરણાયમાન વાજીંત્રોના વિનિવડે આરણ્યક મયૂરને નચાવતી તે વિમાન પંકિતને જોવા માટે સભ્ય જનેનાં નેત્ર આકાશ તરફ ખુલ્લાં થઈ ગયાં.
તે વિમાનના મધ્ય ભાગમાં કાંતિના સમૂહવડે આકાશને લિંપતી નિસીમ સ્વરૂપવડે લક્ષ્મીને પણ લજાવતી અને મુખવડે દિવસે પણ વિકસ્વર ચંદ્રપણાને બતાવતી હોય તેમ, કેઈ દેવી સભ્યજનોની દષ્ટિગોચર થઈ. કમલા યક્ષિણે | દેવીને જે આ કેણ હશે? એમ સભાના લેકે વ્યાકુળ થઈ જેતા હતા, તેટલામાં તેના પાશ્વનુચર દેવ વિમાનમાંથી આવી ભીમકુમારને પ્રણામ કરી બેલ્યા.
હે દેવ! અમારી સ્વામિની વિવિધ પ્રકારના વિમાનમાં બેઠેલા પરિવાર સહિત કમલા નામે યક્ષિણી આપને નમવા માટે આવે છે.
એમ તેઓ કહેતા હતા, તેટલામાં જલદી વિમાનમાંથી ઉતરી પિતાની કાંતિવડે સભ્યજનેને ચકિત કરતી તે યક્ષિણી ભીમકુમારને નમી
ત્યારબાદ નીચે બેસીને તે બેલી.
હે કુમારેંદ્ર ! પ્રભાતમાં મેં મુનિઓને પૂછ્યું. હાલમાં ભીમ. કુમાર કયાં છે? પરંતુ મુનિઓએ કંઈ પણ ઉત્તર આપે નહીં.