________________
ગજાપહાર
૧૪૯
દેવને માટે પણ કરેલો આ વધ હિતકારક થતું નથી. કારણકે, મંત્રથી પવિત્ર કરેલું પણ વિષ અવશ્ય પ્રાણઘાતક થાય છે. તેમજ વધ કરવાથી પ્રાણું બહુ દુઃખી થાય છે. जन्तूजासनतः प्रपद्य नरकं भुते चिरं तद् व्यथा
मेकाऽक्षेष्वखिलेषु पुद्गलपरावर्तान् घनांस्तिष्ठति । प्राप्तोऽपि त्रसतामहिप्रभृतिषु क्रूरेषु बम्भ्रम्यते,
जातो मर्त्य भवेऽपि नैव लभते जीवः कुलाद्य शुभमू ॥१॥
પ્રાણીને વધ કરવાથી આત્મા નરકસ્થાન પામી, ત્યાં ઘણા કાલ સુધી અસહા પીડા ભોગવે છે.
ત્યારબાદ સર્વ પૃથ્વીકાયાદિકને વિષે ઘણા પુદ્ગલપરાવર્ત સુધી રહે છે.
ત્યાર પછી ત્રસપણાને પ્રાપ્ત થયા છતાં પણ, અતિકર સાદિક નિમાં વારંવાર ભમે છે.
પછી માનવભવમાં જન્મીને પણ જીભ શુભ કુલાદિકને તે પામતે જ નથી. માટે જીવહિંસાને હવેથી તારે સંકલ્પ પણ કરે નહીં.
એમ શિષ્યની માફક તેને ઉપદેશ આપી ઉદાર આશયવાળા તે ભીમકુમારે દયામય તેમજ સર્વજનને હિતકારી એવા જૈનધર્મને વિષે સ્થાપન કર્યો.
તે સમયે પિતાની માતા સમાન ક્ષીણ થયેલી રાત્રીને જોઈ તેનાથી ઉત્પન્ન થયેલું ગાઢ અંધારૂં પણ ક્ષીણ થઈ ગયું, તે ગ્ય છે. તેમજ પ્રકાશ આપતા અને ઘણા મળેલા એવા પણ તારાઓ દરિદ્રપણામાં ગુણોની જેમ તે સમયે બહુ ઓછા થઈ ગયા.
- પ્રભાતકાલમાં નવીન વિજીગીષની માફક અન્ય તેજને તિરસ્કાર કરતા અને કમલાકરને પ્રફુલ્લ કરતા સૂર્યને ઉદય થયે. ગજાપહાર
મિત્રસહિત ભીમકુમાર પણ મુખ પ્રક્ષાલનની ઈચ્છાથી મઠની બહાર નીકળે અને સારસની માફક નિર્મલ જલથી ભરેલા સરોવર પર ગયે.