________________
૧૫ર
કુમારપાળ ચસ્ત્રિ નથી. કારણ કે દરેક વસ્તુ પિતાના કર્મથી જ આવી મળે છે અને બીજા તે નિમિત્ત માત્ર ગણાય છે.
કઈ પણ જમ્યા સિવાય મરતે નથી. અદાવતુ કેઈ દિવસ મળતી નથી, તેમજ કર્યા સિવાય ભેગવાતું નથી. એ વાત તું નક્કી સમજ.
માટે એની ઉપર ક્રોધને ત્યાગ કરી એને છેડી દે અને હે મૃગેંદ્ર! મારા અંગ વડે પિતાનું શરીર પોષવા તું કૃપા કર.
એમ તેણે ઘણુંએ કહ્યું, છતાં ક્રોધથી પુરુષને જ્યારે તેણે ન છોડ, ત્યારે તેની પાસેથી વસ્ત્રની માફક ખેંચીને બલાત્કારે ભીમકુમારે તે પુરુષને પોતાની પાસે લઈ લીધો. અને તે પુરુષને ખાવા માટે આવતા સિંહને પશુની માફક પગે પકડીને પાષાણ ઉપર તેણે પછાડ, જેથી તે દેવની માફક જલદી અદશ્ય થઈ ગયે. રાજભવન
મૃત્યુના ભયથી મુક્ત કરેલા પુરુષને શાંત કરી તેને સાથે લઈ રાજકુમાર ત્યાંથી આમ તેમ ફરતે ફરતો રાજ ભવનમાં ગયે.
વિમાન સમાન રાજમહેલની લક્ષમીને વારંવાર જોતે ભીમકુમાર કૌતુકથી મહિત થઈ ગયે અને દરેક માળની શોભા તો સાતમા માળે ગયે.
ત્યાં સજીવ હોય ને શું? તેવી માણિકયની બનાવેલી પુત્તળીઓએ સ્તંભે ઉપરથી નીચે ઉતરી ભીમકુમારને સત્કાર કર્યો. અને અમૂલ્ય આસન પર બેસાર્યો. | અને સ્નાનની સર્વ વસ્તુઓ આકાશમાંથી લાવીને નાન માટે તેમણે પ્રાર્થના કરી.
ભીમકુમારે નગરની બહાર રહેલા મતિસાગરને તેઓની જ પાસે ત્યાં બેલાવરાવે.
ત્યારબાદ આશ્ચર્ય સાગરમાં મગ્ન થએલા બંનેએ સ્નાન કર્યું. ઉત્તમ પ્રકારનાં દિવ્ય વસ્ત્ર તથા દિવ્ય અલંકાર ધારણ કરી બંનેએ તેમણે લાવેલું દિવ્ય ભેજન જમ્યા.