________________
શૂન્યનગર
૧૫૧
પછી મનુષ્યમાં સિંહસમાન પરાક્રમી ભીમકુમાર સિંહ પ્રત્યે બે, વસ્તુતઃ તું સિંહ નથી, કોઈપણ કારણને લીધે સિંહનું સ્વરૂપ કરી આવેલે તું કેઈપણ દેવ છે.
માટે હે દેવ ! દયાવડે જલદી આ માણસને તું છોડી દે. કારણ કે, પ્રાણીઓને પ્રાણદાન સરખું બીજું કઈપણ દાન નથી.
મનુષ્યને જેવું જીવિત ઈષ્ટ છે, તેવું રાજ્યાદિક ઈષ્ટ નથી. જીવિતદાન આપનાર દયાલુએ તેમને શું નથી આપ્યું !
એ પ્રમાણે ભીમકુમારનું વચન સાંભળી સિંહે પુરુષને મુખમાંથી બહાર કાઢી આગળના બંને પગની વચ્ચે પકડીને નાખે.
ત્યાર પછી તે પિપટની જેમ માનવ ભાષાવડે ભીમકુમારને કહેવા લાગે.
હે સાધુ પુરુષ! ઉપકાર દષ્ટિએ તારું કહેવું સત્ય છે, પરંતુ હું બહુ ક્ષુધાતુર થયે છું, તેથી એને કેવી રીતે મુક્ત કરું ?
જેવી રીતે એની પર તને દયા આવે છે, તેવી રીતે મારી પર કેમ તું દયાલુ થતો નથી ? જેથી એનું તું રક્ષણ કરે છે અને સુધા તે મને મારવાની ઈચ્છા કરે છે.
વળી તાર ધર્મ પણ કેવો છે ? એકનું રક્ષણ કરે છે અને બીજાને મારે છે. ખરેખર સંતપુરુષે તે મધ્યમણિની માફક મધ્યસ્થ પક્ષપાત રહિત હોય છે.
વળી હું ખરેખર સિંહ જ છું, દેવ નથી. પૂર્વભવના સંસ્કારથી મનુષ્ય ભાષા હું જાણું છું, માટે મારું ભક્ષ્ય હું છોડીશ નહીં.
તે સાંભળી વિસ્મય પામી ભીમકુમાર છે. રે સિંહ ! જો કે, તારું કહેવું સત્ય હશે, પરંતુ આ માણસને તું છોડી દે, મારા માંસવડે હું તને તૃપ્ત કરૂં છું.
સિંહ બોલ્યો. પૂર્વભવમાં એણે મને એવું દુઃખ દીધું છે, કે ઘણા ભામાં પણ એને મારવાથી મને શાંતિ થાય તેમ નથી.
ફરીથી ભીમકુમાર બ. તારે આ શત્રુ પર ક્રોધ કર ઉચિત