________________
કરવા લાગી.
ભીમ અને મતિસાગર
૧૪૭ આ પાખંડીને તું જાણતું હતું તેમજ મને પણ તું શિખામણ આપતો હતે, છતાં તું એના પાશમાં કેવી રીતે આવી પડે?
મહિસાગર બોલ્યો. દેવ! તારી સ્ત્રી સાયંકાલે તારા મકાનમાં ગઈ. ત્યાં તને જે નહીં. તેથી તે લુંટાઈ હેય તેમ બહુ આકંદ
તે સાંભળી તારાં માતાપિતા એકદમ મૂચ્છિત થઈ ગયાં. કેટલીક વારે તેઓ સચેતન થયાં. ત્યાર પછી તેઓ પણ પ્રલાપ કરવા લાગ્યાં. જેથી ત્યાં બહુ કલાહલ થઈ ગયા.
પછી ભૂપતિએ મને પૂછ્યું. ભીમકુમારની તારી સાથે ગાઢ મૈત્રી હતી, તેથી તું જાણતો હોઈશ. સાચી વાત બોલ. કેઈ એને હરી ગયો છે? કે, તે પિતાની ઈચ્છાથી કેઈપણું સ્થાનમાં ગયે છે?
આ પ્રમાણે રાજાને પ્રશ્ન સાંભળી હું કંઈક જવાબ આપતે હતું, તેટલામાં તારી કુલદેવી બહુ પ્રભાવિક હેવાથી તે પોતે જ એક વૃદ્ધ સ્ત્રીના શરીરમાં આવીને બેલી.
હે નરેદ્ર! પુત્રને માટે તું કેદ કરીશ નહીં. કાલિકાના પૂજનની ઈચ્છાથી પાખંડી તેને ઉપાડી ગયેલ છે. તે પાખંડીને તિરસ્કાર કરી હાલમાં તારે પુત્ર યક્ષિણીના મંદિરમાં રહે છે.
કેટલાક દિવસ પછી મેટી સમૃદ્ધિ સહિત તે અહીં આવશે. એમ કુલદેવીની વાણીથી પ્રથમ વૃષ્ટિવડે દાવાનળથી બોલે વૃક્ષ જેમ દુઃખી થયેલે રાજા કંઈક શાંત થયે.
પછી તે વૃદ્ધ સ્ત્રીના શરીરમાંથી કુલદેવી ચાલી ગઈ એટલે તેમને શંકા થઈ કે, આ વાણી સત્ય હશે કે નહીં? એની તપાસ કરવા તારા પિતાએ મને મેક. તે હકીકત સાંભળી હું પાછો આવતું હતું, તેટલામાં ધૂળના સમૂહથી આકાશભૂમિને પૂરતું હોય તેમ એકદમ વંટોલ ચઢી આવ્યો.
અર્ધરાત્રીને સમય અને સર્વત્ર ફેલાયેલી ધૂળને લીધે તે અંધકાર થઈ ગયે કે જેથી મારાં દિવ્ય નેત્ર હતાં, છતાં પણ હું જન્માંધની માફક ફાંફાં મારવા લાગ્યા.