________________
કાલિકા આગમન
૧૪૫
હું પ્રહાર કરીશ, ત્યારે તું અને તારી દેવી પણ શકિતમાન નથી. કારણકે, સિંહ જ્યારે મૃગને મારે છે, ત્યારે તેને બચાવવાને કેણુ સમર્થ થાય છે?
એમ કહી તેના હાથમાંથી પ્રહારવડે પિતાને ખગ પાડી નાખી, મલ્લ જેમ પ્રૌઢમલ્લની સાથે જેમ ભીમકુમાર તેની સાથે યુદ્ધ કરવા લાગે.
બંનેના પાદપ્રહારથી પીડાયેલી પૃથ્વી દુખીની માફક કંપવા લાગી. તેમના સિંહનાદના પ્રતિનિવડે મઠ પોકાર કરવા લાગ્યું.
તેમજ તેમના પાદપ્રહારના શબ્દો વડે આરણ્યક સિંહાદિક એવા પ્રાણીઓ પણ જાગ્રત થયા. અને મૃગાદિક તે ત્રાસ પામી ચારે દિશાઓમાં પલાયન થઈ ગયાં.
એમ લાંબે વખત બહુ પ્રચંડ સંગ્રામ ચાલ્ય, જેથી બંનેના પરાક્રમની સ્પષ્ટતા થઈ અને તે બંને જણે પરસ્પર એક બીજાનું અસાધારણ બલ જાણી ગયા.
ત્યારબાદ ભીમકુમારે ઘણો સમય યુદ્ધ કરી કાપાલિકને પૃથ્વી પર પાડી તેની છાતી પર પગ મૂકી તેને બીવરાવવા માટે ખગ ઉગામે અને તે .
રે દુષ્ટ ! તારી બલવાન ગર્જના કયાં ગઈ? અને તે કાલિકાદેવી પણ કયાં છે? કે; જે કાળરૂપ મારા પંજામાંથી તને છોડાવે. કાલિકા આગમન
તે સમયે પશુની માફક પ્રાણુ સંકટમાં પડેલા કાપાલિકને જોઈ કાલિકાદેવી પ્રગટ થઈ અને ભીમકુમાર પ્રત્યે બોલી.
હે વત્સ! એને તું મારીશ નહીં. આ મારે ભક્ત છે અને હંમેશાં ઉત્તમ પુરુષના મસ્તકરૂપ કમલવડે મારું પૂજન કરે છે.
આજે મને આ પુરુષના મસ્તકનું બલિદાન આપવાથી એકસો આઠ મસ્તકની પૂજા સંપૂર્ણ થવાની હતી અને હું સિદ્ધ થઈ આ કાપાલિકનાં સર્વ કાર્ય કરતી, પરંતુ એના અભાગ્યને લીધે વિનિની માફક તું અહીં આવી પડે.
ભાગ-૨ ૧૦