________________
૧૪૨
કુમારપાળ ચરિત્ર
મધ્યરાત્રીએ પણ શુભધ્યાને કાયાત્સર્ગાદિકથી અપ્રમાદી મહર્ષિ - એને જોઈ હર્ષાશ્રુપૂર્વક નિહાળતા ભીમકુમાર વિચાર કરવા લાગ્યા. નિરંતર ઉચિત ચૈત્ર્યાદિ ભાવનાઓના ચેાગથી હૃદયને શાંત કરી વિશુદ્ધ અધ્યાત્મશાસ્ત્રના અભ્યાસ કર્યાં ખાદ સ્વતંત્ર અને સ્ફુરણાયમાન વિશાલ ચિદાનંદના સાગરસમાન પરબ્રહ્મમાં લીન થયેલા મહિષ એ પેાતાના જન્મ સફલ કરે છે.
આ
અમે તે વિષયરૂપ વિષના આવેશને વશ થઈ પાપસ કટમાં પડતા પેાતાના આત્માને જાણતા નથી, એ મહાખેદની વાત છે. માટે હવે કોટીભવ સંસારના છેદ કરનાર અને શિવસ પદ્માઓને લુટનાર આ મહિષ આને કોઇપણ ઉપદેશ હું ગ્રહણ કરૂ.
આકાશભુજા
ધમ જીજ્ઞાસુ ભીમકુમારે હાથમાંથી ખડ્ગ નીચે મૂકી મુનિઓને વંદન કર્યું. મુનિએએ ધમ લાભ આપ્યું. આન'દિત થઇ ભીમકુમાર તેમની આગળ બેઠો.
તેટલામાં મહિષના સરખી શ્યામ, આકાશ લક્ષ્મીની વેણી હાય તેમ બહુ લાંખી એક ભુજા ત્યાં આકાશમાંથી નીચે ઊતરી.
આ ભુજા કાની ? કયાંથી આવી ? અને શું કરશે ? એમ રાજકુમાર વિચાર કરતા હતા, તેટલામાં તે ભુજા ભીમકુમારના ખડ્રેગ લઈ આકાશમાં ચાલતી થઈ.
આ મારે ખડૂગ લઈ કયાં જાય છે ! જોઉ તા ખરા ! એવી ઈચ્છાથી ભીમકુમાર વાનરની માફક ફાલ મારી તે ભુજાપર બેસી ગયા. સ્ફુરણાયમાન શ્યામતારૂપ જલ વડે ભરેલા વિશાલ આકાશરૂપ સમુદ્રમાં અથવા વંટોળની માફ્ક સત્ત્વર ગમન કરતી લાંખી તે ભુજા નાવ સરખી દેખાવા લાગી.
ભુજાપર રહેલી ખડ્ગલતા પણ શ્યામ અને દીર્ઘ હાવાથી દિવ્યગ ગાની સ્પર્ધાવડે આકાશમાર્ગે પ્રયાણ કરતી યમુના નદી હોય તેમ દ્વીપતી હતી.