________________
૧૪૦
ભીમકુમાર ધ
કમલાનું વચન સાંભળી ભીમકુમાર પેાતાના મન સાથે વિચાર કરવા લાગ્યા. કામદેવની દુષ્ટતાને ધિક્કાર છે. જે દેવીઓને પણ માનવની ઈચ્છાવડે હેરાન કરે છે.
કુમારપાળ ચરિત્ર
અહા ! કામના પ્રભાવ વિચિત્ર છે, જેથી માટા પુરુષો પણ અધમની માફક અયાગ્ય સ્થાનમાં પ્રમાદ માને છે અને ઘણી ઘણી ખુશામત કરે છે.
શીલનું રક્ષણ કરવાથી કાપાલિકનુ દુ:ખ ક ંઈક સારૂ હતું, પરંતુ શીલને નિર્મૂલ કરનાર આ સુખ સારૂં' નહી..
પ્રથમ વિશુદ્ધ ઉપદેશરૂપ અમૃતનું પાન કરાવી કામવિષથી પ્રગટ થયેલી એની મૂર્છાને હું દૂર કરૂં, એમ ધારી ભીમકુમાર એલ્યે. હે દૈવિ ! મારા પ્રાણનું રક્ષણ કરવાથી પ્રાયે તું મારી ધમ પત્ની છે, તેથી તારૂ' કહેવું સત્ય છે. પરંતુ મેં પ્રથમ ગુરુની આગળ પરસ્ત્રીના ત્યાગ કર્યાં છે.
તા મત્ત હાથીવડે દુંની જેમ પરસ્ત્રીના સંચાગવડે તે વ્રતના લગ થાય છે, અને વ્રતના ભંગ થવાથી અવશ્ય નરકસ્થાન પ્રાપ્ત થાય છે. કાળફૂટ-વિષનુ ભક્ષણ કરવાથી મરણને સંશય કયાંથી હેય?
“ શીલવ્રત પાલનારાઓનું મરણુ સારૂં ગણાય છે, પણ કુશીલીઆએનું જીવન સારૂં નહી. '' કારણ કે; સજ્જનાનું નિધનપણુ ૠાય છે અને દુનાનું ધનવાનપણું શૈાચનીય છે.
વળી આ વિષયે અગ્નિની જવાલા સમાન છે. જેએ પેાતાના પ્રસગવડે પ્રાણીઓના શીલરૂપી અંગને ખાળે છે.
પરને લુંટનારા વિષયે જેના શીલધનને ચારી લે છે, તે પુરુષનુ પાંડિત્ય શા કામનું! અને તેનું પરાક્રમ પણ નકામું છે.
વળી તુ' દિવ્યરૂપધારી દેવી છે અને હું મલિન અગવાળા મનુષ્ય જાતિ છું. માટે કસ્તૂરી અને કાદવની માફ્ક આપણા અનૈના ચાગ ઉચિત નથી.