________________
૧૩૮
કુમારપાળ ચન્દ્રિ રે અધમ ! તે કપટથી જેવી રીતે અન્ય નપુંસકને બકરાંની માફક માય, તેમ સિંહ સમાન પરાક્રમી એવા મને પણ મારવાની ઈચ્છા કરે છે ?
વિશ્વસ્ત જનેના ઘણા પ્રાણ તે લીધા છે. તજન્ય પાપોથી આજે તારી આપત્તિઓ પાકી ગઈ છે. માટે હાલમાં તને મારીને આ વિશ્વને પણ નિર્ભય કરું છું.
એમ કહી તેના ખગઘાતને બચાવ કરી વાનરની માફક કૂદીને તેના ખભા પર તે બેસી ગયા અને તેનું મસ્તક છેદવાની તેણે ઈરછા કરી.
ત્યારપછી સ્કંધપર બેઠેલા ભીમકુમારને વિચાર થયો કે; આ પાખંડી દશ દિવસ મારા ઘેર રહ્યો તેમજ કલાવાન છે, તેથી એને મારે તે ઠીક નહી.
કારણ કે; વધ કરવાથી હું મહાપાતકી થાઉં. માટે મદમત્ત મલ્લની માફક મુષ્ટિના આઘાત વડે એને હું વશ કરું. કદાચિત પ્રતિબેધ પામીને જૈનમતને સ્વીકાર કરે તે એને ઉદ્ધાર થાય.
એમ જાણી તે વજસમાન મુષ્ટિઓવડે તેના મસ્તક પર પ્રહાર કરવા મંડી પડયો.
માવત જેમ ગાઢ અંકુશના આઘાતવડે ગંભીરવેદી હાથી પીડે છે, તેમ મહાવ્યથા કરનાર તે પ્રહારો વડે ક્ષણમાત્ર કાપાલિક મૂર્ણિત થયે.
ત્યાર પછી જ્યારે શુદ્ધિમાં આવ્યું, ત્યારે બહુ ક્રોધ કરી તેણે ભીમકુમારના મસ્તકપર છરી મારી કે તરત જ તાત્કાલિક.
બુદ્ધિમાન ભીમકુમાર ખગ સહિત, ગુહામાં સિંહ જેમ કૃપ સરખા તેના કાનમાં પેસી ગયે. અને કાનખજુરાની માફક અસહ્ય પીડા કરતો ભીમકુમાર તીક્ષણ નવડે તેને કાનની અંદર પેદવા લાગે. - અહ! મેટા કાન વધાર્યા તે મારા પિતાના જ અનર્થ માટે થયા. કારણ કે, બિલની અંદર રહેલે ઉંદર જેમ આ રાજકુમાર મારા કાનની અંદર ખેદે છે.