________________
મુનિદર્શન
૧૪૧. એમ સમજી હે સુરોત્તમે! હિંસાની માફક દરથી ભોગેચ્છાને ત્યાગ કરી દયાલતાની માફક તું શીલ લીલાને ધારણ કર.
તેમજ અતિપ્રિય એવા મોક્ષને વશ કરવામાં ઔષધ સમાન સમ્યકત્વને તુ આશ્રય કર.
જેની અંદર જૈન ધર્મના સામ્રાજયની લક્ષ્મી હંમેશાં ક્રીડા કરે છે. એ પ્રમાણે ભીમકુમારના વચનામૃતના સિંચનથી યક્ષિણીને કામજવર શાંત થઈ ગયા.
પછી શીલવતની ઈછાવાળી તે બોલી.
હે કુમારેદ્ર! યૌવનવયમાં પણ મુનિસમાન દઢ શીલવ્રતનું પાલન કરી તે પિતાના આત્માને જ પાપથી તાયે એમ નહીં, પરંતુ મારા આત્માને પણ તેં જ ઉદ્ધાર કર્યો.
હે વિશુદ્ધગુણ! સમ્યફવને બેધ આપવાથી તું જ મારો ગુરુ છે. એમ કહી દેવીએ ભીમકુમાર પાસેથી અલંકારની માફક સમ્યકત્વ ગ્રહણ કર્યું. મુનિદર્શન
મધ્યરાત્રીના સમયે કોઈપણ દિશામાંથી આવતે મધુર ધ્વનિ ભીમકુમારના સાંભળવામાં આવ્યું. વિશુદ્ધ આશયથી તેણે દેવીને પૂછયું.
આ વિનિ કેને છે?
દેવીએ કહ્યું. હે સાહસનિધે! ચાતુર્માસ કરવા અહીં મુનિઓ રહેલા છે. તેમના સ્વાધ્યાયને આ વનિ છે.
તે સાંભળી ભીમકુમાર બહુ ખુશી થયે અને બોલ્ય.
તું પણું ખરેખર ધર્મજ્ઞ છે. કારણકે, જેની પાસમાં સંસાર રોગના વિદ્ય સમાન મુનિઓ રહે છે. પુણ્યના નિધાનની માફક તે મુનિએને ઉપાશ્રય તું મને બતાવ, જેથી હું બાકીની રાત્રી ધર્મધ્યાનમાં વ્યતીત કરૂં.
રાત્રીના પ્રસંગે સ્ત્રી અથવા દેવી પણ સાધુના સ્થાનમાં ન જઈ શકે, એટલા માટે દ્વારથી બહાર રહીને દેવીએ તેને ઉપાશ્રય બતાવ્યું.