________________
૧૧૪
કુમારપાળ ચરિત્ર
અહે! કેટલાક ઉત્તમ પુરુષો અપરાધી પ્રાણીઓને પણ ક્ષમા આપે છે, અને હું કે અનાર્ય ! નિરપરાધી પ્રાણીઓને પણ ઘાત કરૂ છું, એ મહાખેદની વાત છે. અહો ! મારી કેટલી મૂઢતા ?
એકવાર તૃપ્તિને માટે હિંસા કરવાથી આ પ્રાણીઓને આ જન્મ હું છું.
આજ સુધી મેં પ્રાણીઓને નામે વધ કર્યો. હવે આજથી જીવનપર્યત પ્રાણી વધ કરવાને મારે ત્યાગ છે, તેમજ કંદમૂલ અને ફલાદિવડે પક્ષિની માફક પ્રાણનું પિષણ કરતે હું કઈ પણ દિવસ પાપને વધારનાર માંસનું ભક્ષણ કરીશ નહીં.
એ પ્રમાણે અતિઉગ્ર અભિગ્રહ મેં લીધે. મારું હૃદય દયામય થઈ ગયું. મુનિની રિથતિ સમાન નિર્માયિક મારી સ્ત્રીને આ અભિગ્રહ મેં કહી સંભળાવ્યા.
તે સ્ત્રીએ પણ ધર્મપરાયણ થઈ માંસ ભક્ષણને અભિગ્રહ કર્યો. પ્રાયે સતી સ્ત્રી પતિને અનુસરનારી હોય છે.
ત્યારબાદ વનચરજીવોને પિતાના જીવની માફક જતાં અને પિતાના નિયમનું પાલન કરતાં અમે બંને જણે બહુ સમય વ્યતીત કર્યો. છેવટે ભદ્રભાવ વડે હું મરીને દયાના પુણ્યથી દેવસમાન અતિશય સુખના એક પાત્રરૂપ મનુષ્ય જન્મ પામ્ય છું.
દયાના જીવનરૂપ તે સ્ત્રી તે મારા વિરહથી પીડાયેલી મરીને કઈ પણ ઠેકાણે ઉત્પન્ન થઈ હશે, તે હું જાણતા નથી, એથી મને ખેદ થાય છે.
એમ તે પુણ્યસાર કહેતું હતું, તેવામાં ત્યાં આગળ પાપના નિવારક એક ચારણ મુનિ આકાશમાંથી ઉતર્યા.
તેમને જોઈ આનંદ અને સ્ત્રીથી યુકત પુણ્યસાર રથમાંથી નીચે ઉતર્યો. પછી તેણે વ્રતની મૂર્તિ સમાન તે મુનિને પ્રણામ કર્યો.
મુનિએ ઉત્સાહથી કલ્યાણની રાશિસમાન આશીર્વાદ આપે.
ત્યારબાદ પુણ્યસાર બે. “હે મુનીંદ્ર! મારા પૂર્વભવની સ્ત્રી કયાં છે?