________________
૧૩૦
—
—
——
—————
કુમારપાળ ચરિત્ર તેમજ બંને કુમારને વિષે અતિ સફર શરુવિદ્યાને જોઈ તેની સ્પર્ધાથી જેમ નથી માત્રાવડે અધિક શાસ્ત્રની સ્કુતિ થઈ.
ત્યારબાદ યૌવનના આરંભવડે સૌભાગ્ય પામતા તે બંને કુમારે લક્ષ્મીવડે કામદેવના ગર્વને દૂર કરવા લાગ્યા.
બંને પ્રકારે–પરાક્રમ અને બુદ્ધિથી પરસ્પર મળી ગયેલા નાસિ કાથી જન્મેલા અશ્વની કુમાર હોય ને શું ? તેમ નાસત્ય-સત્યવાદી બંને કુમાર પિતપોતાના સ્વરૂપવડે કયા પુરુષને જીત્યા વિના રહ્યા? વિમલબેધમંત્રી
એક દિવસ હરિવાહનરાજા પ્રભાતમાં પિતાના સ્થાનમાં અંદર બેઠા હતા. તે સમયે ભીમકુમાર અને મહિસાગર બંને રાજાને વંદન કરવા માટે ગયા. બંને કુમારે રાજાને પ્રણામ કરી તેના ચરણને પિતાના હસ્તકમલમાં રાજહંસપણાને પમાડી ખુબ સેવા કરવા લાગ્યા.
બંને પુત્રની તેવી ઉત્કૃષ્ટભક્તિ જોઈ રાજા અને મંત્રી બહ ખુશી થયા અને પિતાના આત્માને પુત્રવાન પુરુષોની મળે મુખ્ય માનવા લાગ્યા.
અવસરને જાણીને વિમલબોધમંત્રી છે. હે વત્સ ! જો કે, તમે બંને જણ સર્વ વાત પોતે જાણે છે, તે પણ સ્નેહથી હું કંઈક
મનુષ્યમાં ગૌરવપણું ગુણેથી જ પ્રાપ્ત થાય છે. કોઈ દિવસ વૃદ્ધત્વથી થતું નથી. કારણ કે; રત્ન ઘણું નાનું હોય છે, છતાં તે અમૂલ્ય હોય છે અને પાષાણુ ઘણુ મોટા હોય છે, તે પણ તેઓ કિંમતને લાયક થતા નથી.
૧ સંજ્ઞા નામે સૂર્યની સ્ત્રી હતી, સૂર્યનું તેજ નહી સહન થવાથી તે સંજ્ઞા અશ્વનું રૂપ ધારણ કરી ઉત્તરકુરૂમાં તપ કરતી હતી, વારે અશ્વરૂપ ધારી સૂર્યના સમાગમથી તે સગર્ભા થઈ, તેણીએ અન્ય પુરુષના ભયથી તે વીર્યને નાસિક દ્વારા બહાર ફેંકી દીધું, તેનાથી તેઓ નાસત્ય-અશ્વિની કુમાર થયા, એમ પુરાણ કથા છે.