________________
વિધાસાધના
૧૩૫ તું પરોપકાર કરવામાં પ્રવીણ છે. એમ લેકમુખેથી સાંભળી વાર્થસિદ્ધિ માટે હું તારી પાસે આવ્યો છું. માટે હે ભીમકુમાર! સાવધાન થઈ મારૂં વૃત્તાંત તું સાંભળ.
ભુવનક્ષેભણે નામે મારી પાસે એક ઉત્કૃષ્ટ વિદ્યા છે, તેની પૂર્વ સેવા બાર વરસ સુધી મેં કરી છે. હવે તેની સિદ્ધિને ઉદય થવાને છે. પરંતુ અંકુરાઓ વરસતા મેઘને જેમ તે સિદ્ધિ તારા સાનિધ્યને ઈચ્છે છે.
આવતી કૃષ્ણચતુર્દશીના દિવસે તું જે ઉત્તરસાધક થાય, તે મૂર્તિમાન સિદ્ધિની જેમ તે મારી વિદ્યા સિદ્ધ થાય.
વિદ્યા સિદ્ધ થવાથી હું પણ જલદી તારો ઉપકારક થઈશ. કારણકે; કૃતજ્ઞપુરુષ પ્રત્યુપકાર કર્યા સિવાય રહેતું નથી.
વિશાલ દક્ષતાવડે પવિત્ર બુદ્ધિમાન ભીમકુમારે કાપાલિકનું વચન અંગીકાર કર્યું. પ્રાયે મોટા પુરુષે કલ્પદ્રુમની માફક પ્રાર્થનાને ભંગ કરતા નથી. વિધાસાધના
કાળીચૌદશના દશ દિવસ બાકી છે, એમ મનમાં વિચાર કરતે કાપાલિક પણ ભીમકુમારને પ્રસન્ન કરવાની ઈચ્છાથી તેની પાસે રહ્યો. - મંત્ર અને યંત્રની કલામય મોટી મોટી વાત કરે તે કાપાલિક માયાવીની માફક હંમેશાં કપટ જાળ કરવા લાગે, જેથી ભીમકુમાર મોહિત થઈ ગયે.
મંત્રિસુત–મતિસાગરે જાણ્યું કે; આ દુષ્ટને સંગ પરિણામે બહુ અનિષ્ટદાયક થશે. એમ વિચાર કરી તેણે ભીમકુમારને કહ્યું.
તું શુદ્ધ હૃદયને છે, માટે આ મલિન કાપાલિકને સંગ કરવો. તને ઉચિત નથી. કારણ કેતેજ અને અંધકારને એક સાથે વાસ કેવી રીતે થઈ શકે?
અહે! દુષ્ટના પ્રસંગથી ઉત્તમપુરુષ પણ દુષ્ટાત્મા થાય છે. કારણ કે; જલ બહુ શુદ્ધ હોય છે, તે પણ કાદવના સંગથી મલિન થાય છે.