________________
જ્ઞાની ગુરુ
૧૩૩ ભક્તિ વડે ત્રણ પ્રદક્ષિણાપૂર્વક નમસ્કાર કરી જિદ્રભગવાન આગળ ઈદ્ર જેમ રાજા પુત્ર સહિત સૂરદ્રની નજીકમાં બેઠે.
આગમના પારગામી ગુરુએ ચંદ્રની કલાસમાન પુણ્યરૂપ અમૃતને ઉત્પન્ન કરનાર દેશનને પ્રારંભ કર્યો.
જેમ ભૂમી ઉપર કલ્પવૃક્ષ અને મરુ ભૂમીમાં ક્ષીરસાગર તેમ સંસારમાં આ માનવ ભવ ઘણે દુર્લભ છે.
તે માનવભવ પામીને ચારિત્રને સ્વીકાર કર, એ ઉચિત છે. કદાચિત ચારિત્ર પાળવાની શક્તિ ન હોય તે સમ્યક્ત્વમૂલક શ્રાદ્ધધર્મને સ્વીકાર કરે.
જિદ્રદેવ, સાધુગુરુ, દયામયધર્મ, સદ્ દર્શન અને અહિંસા આદિક વ્રતે કહ્યાં છે.
હે ભવ્યાત્માઓ ! જે મનુષ્ય સમ્યક્ત્વરૂપ અમૃતપાન રવાભાવિક રીતે ન કરે તે મિથ્યાત્વ મહાવિષથી રાસાએલા તેઓ કેવી રીતે જીવી શકે ?
સંસારમાં દાવાનલથી બળેલા પ્રાણીઓ જે જૈનધર્મરૂપી ક્ષીર સાગરમાં પ્રવેશ ન કરે, તે ચિરકાલીન શાંતિને કેવી રીતે પ્રાપ્ત કરે?
વળી દુર્ગતિ આપનાર અન્ય રાજ્યાદિકની પ્રાપ્તિ સુલભ છે પરંતુ મુક્તિનું કારણ સદ્ધર્મરૂપી રત્ન મળવું બહુ દુર્લભ છે.
આ પ્રમાણે ગુરુમુખથી ધર્મોપદેશ સાંભળી ભીમકુમારને બંધ થયે. જેથી મતિસાગર સહિત તેણે મેક્ષબીજની માફક સમ્યક્ત્વ સહિત શ્રાદ્ધધર્મને સ્વીકાર કર્યો.
શંકાદિ દોષ રહિત શ્રાવકધર્મનું તમારે પાલન કરવું. કારણ કે સંશય કરવાથી મંત્રાદિક પણ ફલ આપતા નથી, એ પ્રમાણે ગુરુની શિક્ષા મિત્ર સહિત ભીમકુમારે વિનયપૂર્વક સ્વીકારી.
પછી રાજા સૂરીશ્વરને વંદન કરી પોતાના પરિવાર સહિત પિતાના સ્થાનમાં ગયે.
વિકાસ પામતા પલવાદિવડે ઉદ્યાનની લક્ષમી જેમ ભીમકુમારની કીર્તિ લોકપ્રસિદ્ધ ઉત્તમ ચરિત્રવડે નૃત્ય કરવા લાગી.