________________
વ્રતાદિસ્વરૂપ
૧૨૫
(૧૨) તુચ્છફલ (૧૩) બહુબીજ ૧૪) વતાક-રીંગણાં (૧૫) કરકકરા (૧૬) હિમ-બરફ (૧૭) ચલિત રસ-જેને રસ ચલાયમાન થયે હેય તે (૧૮) સંધાન–અથાણું (૧૯) મૃત્તિકા (ર૦) ઘેલવટક– ઘલવડાં (૨૧) અને વિષ (૨૨)
આ બાવીશ પદાર્થોને શ્રીનિંદ્ર ભગવાને અભય કહ્યા છે. તેમજ તેઓ પાપના કારણ છે. એ પદાર્થોને જે ત્યાગ કરે છે, તે પુરુષ વિવેકી કહેવાય છે.
પંચંદ્રિય પ્રાણીને વધ કરવાથી જ સર્વ જાતનાં માંસ ઉત્પન્ન થાય છે, તે તે માંસને ખાનારા માણસો પણ રાક્ષસ કેમ ન કહેવાય?
પારકાના માંસ વડે જ જેઓ હંમેશાં પિતાનું શરીર પોષે છે, તે નિર્દય મનવાળા મનુષ્યમાં અને વ્યાધ વિગેરે હિંસક પશુઓમાં કેટલે ભેદ રહ્યો ? અર્થાત બંને સરખા જ ગણાય.
માટે દયામય ધર્મને જાણનાર પુરુષે તે સમયે ઉત્પન્ન થએલા તેના સરખાવર્ણવાળા અનેક જીવથી વ્યાપ્ત એવા માંસનું કેઈપણ સમય ભક્ષણ કરવું નહીં.
તેમજ જેના પાનથી જીવતે પણ મરેલા સરખો બેભાન બની જાય અને લોકમાં તથા શાસ્ત્રમાં દુષિત એવા મદ્યની કેણ ઈચ્છા કરે?
ગાળેલા સીસાના પાનવડે મનુષ્યએ મરવું તે સારૂં, પરંતુ મદિરાના પાનવડે સર્વત્ર ફજેત થવું તે સારૂ નહીં.
અપકીતિ, ઉન્મત્તપણું આદિક અનેક દેના સ્થાનભૂત મને વિષમિશ્રિત જલની માફક સર્વ પ્રયત્નથી ત્યાગ કરે.
વળી જેની અંદર અંતમુહૂર્ત પછી તેના સરખી આકૃતિવાળા અનેક જીવ ઉત્પન્ન થાય છે, તે માખણને પુણ્યાથી પુરુષે ત્યાગ કરે.
તેમજ મક્ષિકાઓ –માંના મુખમાંથી નીકળેલું, જેની અંદર અનેક જીવે મરેલા હોય છે અને ગળફાની માફક નિંદનીય એવા મધનું પણ કઈ દિવસ ભક્ષણ કરવું નહીં.
તેમજ પિપળ, પીપર, કાકોદુંબર, ઉંબરે અને વડનું ફલ અનેક કીડાઓથી ભરેલું હોય છે, માટે તે ફલ કેઈ સમયે ખાવું નહી.