________________
૧૨૪
કુમારપાળ ચરિત્ર પણ જે સર્વસ્વ છીનવી લે છે, તે વેશ્યા ઉપર કેવી રીતે પ્રીતિ થાય?
વળી હૃદયમાં વિષ, વાણીમાં અમૃત, નેત્રમાં આંસુ અને મુખમાં હાસ્યને ધારણ કરતી જેઓ બીજાઓને છેતરવામાં જ તૈયાર હોય છે, તે વારાંગનાઓને સર્વથા ત્યાગ કર.
એ પ્રમાણે કામાંધ થયેલા કોઈપણ પુરુષે કન્યા સાથે પણ ભેગની ઈચ્છા કરવી નહીં, કારણ કે, જે કન્યાના ભેગથી દુષ્પત્તિ અને પાપ પણ બહું પ્રગટ થાય છે.
માટે પરસ્ત્રી વગેરેને ત્યાગ કરી શુદ્ધ બ્રહ્મચર્યરત પાળવું. જેના પ્રભાવથી દેવતાઓ પણ દાસપણું ધારણ કરે છે. (૪)
પ્રાયે પરિગ્રહ વધાર, તે પાપના વ્યાપારનું કારણ છે અને તે પાપ વ્યાપાર દુઃખતરુનું મૂળ છે. માટે બુદ્ધિમાન પુરુષે જેમ બને તેમ પરિગ્રહની અલપતા કરવી.
ઘણા મોટા પરિગ્રહવડે ભૂલ સ્વરૂપને પામતા આરંભે, ઉડેલી રેતી સૂર્યને જેમ સુકૃતને જરૂર ઢાંકી દે છે.
એમ જાણી પરિગ્રહના માનવડે સંતેષરૂપી ઉત્તમ નિધિની સેવા કરવી. જે સંતોષના અનુચરપણાને પામે છે, તેને કઈ પ્રકારની ન્યૂનતા રહેતી જ નથી. (૫) - જેની અંદર દશે દિશાઓમાં ગમન કરવાની કોઇપણ મર્યાદા કરવામાં આવે, તે દિગ્વિતિ નામે પ્રથમ ગુણવ્રત કહેલું છે. ફરવાવડે મરણ પામતા પ્રાણીઓના સંરક્ષણથી લેભસાગરના તટસમાન આ પણ શ્રાવકનું વ્રત કહ્યું છે. (૬)
જેની અંદર શકિત પ્રમાણે ભેગે પગની સંખ્યા–ગણતરી કરવામાં આવે છે, તે ભેગોપભોગ નામે બીજુ ગુણવત જાણવું. એકવાર સેવવા લાયક હોય તે ભોગ કહેવાય, અન્ન, કુસુમ વિગેરે.
તેમજ જે વારંવાર ભેગવવામાં આવે તે ઉપભેગ કહ્યા છે, જેમકે, સુવર્ણ, સ્ત્રી વિગેરે. વળી માંસ (૧) મધ (૨) માખણ (૩) મધ (૪) પાંચે ઉદ્બર (૯) રાત્રિભેજન (૧૦) અનંતકાય (૧૧) અજ્ઞાતફલ