________________
૧૧૭
ધર્મપ્રરૂપણ ત્યાં સદ્દગુરુનાં દર્શન થયાં. ગુરુ મહારાજે લાભ જાણી ધર્મ દેશના પ્રારંભ કર્યો.
તૃષાતુરની માફક પોતે દેશના રસનું પાન કરવા લાગ્યા.
“મનુષ્યત્વાદિક સામગ્રી પામીને જે પિતાના હિતમાં પ્રમાદ કરે છે, તે દુબુદ્ધિ અમૃતપાનની પ્રાર્થના કરવા છતાં વિલંબ કરે છે. વળી કેટલાક પુણ્યશાળી લોકો પોતાનું હિત સાધવામાં પ્રમાદ કરતાં નથી. गृहाऽऽशंसां मुक्त्वा , चरणभरमादृत्य सुचिर,
तपस्यन्तः सन्तः, क्वचिदपि वने दूरितजने । समाधिस्वःकुल्या-जलविगलिताऽशेषकलुषा
રતનુ વર્ચા, તિન તત્તે સુકૃતિનઃ || 8 હે નરેંદ્ર! કેટલાક પુણ્યશાળી જીવે ઘરની આશંસા ત્યજી દઈ લાંબે વખત વિશુદ્ધચારિત્રનું પાલન કરી કોઈપણ નિર્જનવનમાં તપશ્ચર્યા કરી, સમાધિરૂપ ગંગાના જળવડે સમગ્ર પાપમલને દૂર કરતા છતા, અદ્ભુત કેવલજ્ઞાન માટે યત્ન કરે છે.
આ પ્રમાણે ગુરુની દેશના સાંભળી રાજાને બંધ થશે. જેથી તેણે પિતાના પુત્રને રાજયાભિષેક કરી તેજ ગુરુની પાસે દીક્ષા લીધી.
આત્મગુણમાં રમણતા કરતા તે પુણ્યસારમુનિ તપશ્ચર્યરૂપ શ્રીમત્ર તુવડે કાલુષ્ય-દેષરૂપી જલને સુકાવીને કોલ કરી આનંદપૂર્વક વર્ગલેકમાં ગયા.
ત્યાંથી ચવીને તે મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થયા. ત્યાં અદ્ભુત એશ્વર્યા ભેગવી દીક્ષા ગ્રહણ કરી કેવલજ્ઞાન પામ્યા. ત્યાર પછી તે મુનીંદ્ર અક્ષય એવું મોક્ષસુખ પામશે.
હવે હે કુમારપાળ મહીપાલ ! તે આ પુણ્યસારની કથા સાંભળી, તે ઉપરથી દયારૂપ કઃપવૃક્ષનું અનંતફલ જાણીને સર્વ સિદ્ધાંતમાં સંમત અને સુકૃતને એક સારભૂત દયાધર્મને તું રવીકાર કર.