________________
૧૧૫
કુટુંબ સમાગમ
આ પ્રશ્ન સાંભળી મુનીંદ્ર પોતાના જ્ઞાનથી જાણી કહેવા લાગ્યા. હે વત્સ ! બહુ પ્રીતિ ધરાવતી આ ગુણશ્રી તારી પૂર્વભવની સ્ત્રી છે. પુરુષને વેષ પહેરી આ તારા નગરમાં આવી અને તે ધીમાન ! મરણના વૃત્તાંતવડે તું એને પ્રાપ્ત થયે, તે તને યાદ છે?
પૂર્વભવની પ્રીતિને લીધે જ અન્ય સ્ત્રીઓમાં ખાસ ગુણશ્રી તારાઓમાં રોહિણી જેમ ચંદ્રપર તેમ તારી પર વિશેષ પ્રીતિ રાખે છે.
વળી પૂર્વભવમાં ગ્રહણ કરેલા જીવદયાના વ્રતથી પ્રાપ્ત થયેલા આ ઉત્તમ ફલને જોઈ આ ભવમાં પણ તારે જીવદયાવ્રત પાળવું. | સર્વ જીવ પર દયા એજ પરમ આનંદ આપે છે. જેમ ચંદ્રની કાંતિથી જ કુમુદવન ખીલે છે. તેમજ શરીર સત છે, પરંતુ તે ચેતન વિનાનું જેમ અસત્ થાય છે. તેમ દયા વિનાનું કરેલું પુણ્ય પણ પ્રાય નહીં કરવા બરાબર થાય છે.
એ પ્રમાણે મુનિની વાણી સાંભળી સ્ત્રી સહિત પુણ્યસાનિધિની માફક જીવદયામય શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો.
પછી તે ચારણમુનિને નમસ્કાર કરી સ્વસ્થતા પૂર્વક ત્યાંથી ચાલતો થયા. પિતાના માતાપિતાના દર્શનમાં ઉસુક થયેલે પુયસાર ગપગિરિ . નગરમાં ગયે. કુટુંબસમાગમ
તેના પિતા ધનસાર અને રાજા વિગેરે તેની સન્મુખ આવ્યા. નગારાં નિશાન સાથે મહત્સવપૂર્વક પુણ્યસાર પિતાના ઘેર ગયો.
વિરહથી સંતપ્ત થયેલ પોતાની સ્ત્રીઓ ચિત્તને અકૃત્રિમ પ્રેમરસ વડે હમેશાં સિંચન કરતે તે કુમાર આનંદપૂર્વક ગૃહસ્થાશ્રમ ચલાવતે હતે.
ત્યારપછી સમરસિંહરાજાને પુત્ર નહેતે, તેથી તેણે પિતાના સ્થાનમાં પુણ્યસારને સ્થાપન કર્યો.
પિતે જ્ઞાની ગુરુ પાસે વૈરાગ્યભાવથી દીક્ષા લીધી. વિશુદ્ધચારિત્ર પાળી આયુષ પૂર્ણ કરી સમરસિંહરાજર્ષિ વગ લેકમાં ગયા.