________________
૧૨૦
કુમારપાળ ચરિત્ર બુદ્ધિ રાખવી તે સમ્યકત્વ જાણવું અને તેથી વિપતિબુદ્ધિ તે મિથ્યાત્વ કહેવાય.
જેના રાગાદિક સમગ્ર દોષ ક્ષીણ થયા હોય, ત્રણે લોકમાં પૂજ્ય, યથાર્થવાદી અને સર્વજ્ઞ એવા દેવ તે અહંન ભગવાન જ છે, અન્ય નથી.
કામ, રાગ અને મેહથી ભરેલા, તેમજ ધની ચેષ્ટાઓ વડે ભયંકર અને ભક્તોને છેતરવામાં તત્પર એવા દે મુક્તિ માટે સમર્થ થતા નથી.
ચારિત્રરૂપ લક્ષમીને કીડા કરવાની વાતસમાન, બ્રહ્મચર્ય પાલનાર અને શુદ્ધ ધર્મના ઉપદેશક એવા ગુરુઓ મોક્ષદાયક થાય છે.
વિષમાં લુપ, નિર્દય, બ્રહ્મચર્યથી ભ્રષ્ટ, કલેશ, કષાનું સેવન કરનાર અને ધર્મના નાશ કરનાર ગુરુઓને નામધારી જ સમજવા. તેઓ હિતકારક થતા નથી.
મુક્તિરૂપ લક્ષ્મીને ચૂડામણિ. ચારગતિરૂપ શત્રુઓને પ્રતિકૂળ અને સર્વપ્રાણીઓને અનુકૂળ એ દયા મૂલધર્મ જિનેશ્વરેએ માને છે.
જે હિંસામય ધર્મ મેક્ષ આપતો હોય તો પ્રાણીઓના કવિતા માટે વિષભક્ષણ કેમ ન થાય?
જેમના ચિત્તરૂપી ઘરમાં હંમેશાં સમ્યક્ત્વરૂપી દીવે અતિશય પ્રકાશ આપી રહ્યો છે, તે પુરુષને મિથ્યાત્વરૂપ અંધકારને સમૂહ કેઈ દિવસ બાધ કરતા નથી.
જે મનુષ્ય અંતર્મુહૂર્ત સુધી પણ હૃદયમાં સમ્યકત્વ ધારણ કરે છે, તેને સંસાર અપાઈ–અર્ધપુલ પરાવર્ત થાય છે.
જે પૂર્વકાલમાં કુકર્મ વડે નરકાદિકનું આયુષ ન બાંધ્યું હોય તે સમ્યક પ્રકારે સમકિતધારી પ્રાણી દેવી લક્ષ્મીને પ્રાપ્ત થાય છે.
જિનેશ્વરભગવાન ચારિત્રથી પણ સમ્યક્ત્વને અધિક કહે છે.