________________
વલભીપુર પ્રયણ
૧૦૭ પુણ્યસારે આ વૃત્તાંત પોતાના પિતાને તથા રાજાને જણાવી તેમની આજ્ઞા મેળવી લીધી.
ત્યારપછી રતિ અને પ્રીતિ સહિત કામની જેમ બંને સ્ત્રીઓ સહિત ધનસારને પુત્ર પુયસાર પવનવેગી શ્રેષ્ઠ અશ્વો પર આરૂઢ થઈ નગરમાંથી નીકળે.
ગ્રામ્ય લેકના દરેક ગામમાં વિને દવડે મનને આનંદ આપતે જાણે કે આકાશ માર્ગે ચાલતું હોય તેમ ઘણી ભૂમિ ઉલ્લંઘન કરી ગયે
પરસ્પર સ્ત્રીઓના મધુર આલાપની શ્રેણીરૂપ અમૃતવડે તૃપ્ત થયેલ પુસાર નિરંતર પ્રયાણ કરતે છતાં પણ માર્ગજનિત શ્રમને જાણતું ન .
એમ અખંડિત પ્રયાણ કરવાથી પુયસાર પાંચમા દિવસે પ્રભાત સમયે વલભીપુરમાં જઈ પહેશે. અનિપ્રવેશ
તેજ દિવસે વલભીપુરની અંદર કામદેવની સાત પુત્રીઓ દુઃખથી પીડાએલી પોતાના પિતા પાસે આવી કહેવા લાગી.
છ માસ પુરા થયા, પરંતુ ગુણશ્રી આવી નહીં, જરૂર એને પતિ મળે નહીં હોય, તેથી તે મરી ગઈ હશે. આજ સુધી અમે એ પતિની આશાએ દરિદ્રી જેમ ધનની આશાએ તેમ વૃથા અતિ દુઃસહ વિરહાગ્નિને સહન કર્યો. માટે હે તાત ! પ્રસન્ન થઈ હવે જલદી અમને સર્વ દુઃખરૂપ વૃક્ષને બાળવા માટે અગ્નિ આપો.
એ પ્રમાણે પુત્રીઓનું વચન સાંભળી કામદેવ શ્રેષ્ઠી વિજળી સમાન વાણીવડે હૃદયમાં હણાયે અને દુઃખસાગરની લહરી સમાન વાણીને પ્રચાર કરવા લાગ્યા.
હે પુત્રીઓ ! આટલી ઉતાવળ શા માટે કરો છો ? આપણે સર્વે એક સાથે સંગાથ કરીશું. મારા મનમાં પણ આજ વિચાર થયા
વળી મારા કહ્યા છતાં પણ તમે મૃત્યુથી અટકશે નહીં તેમજ તમારું મરણ મારાથી જોઈ શકાશે નહી. માટે હું તમારી સાથે