________________
૧૧૧
જાતિ મરણ તું પ્રયાણ કર અને પુષ્પરાવર્ત મેઘની માફક પિતાના રવજનને તાપ શાંત કર.
અનિષ્ટની માફક તે વૃત્તાંત સાંભળી કામદેવશ્રેષ્ઠી બહુ વ્યથાતુર થઈ ગયે. તેવા પુરુષની પ્રયાણકિત સાંભળી કેને પીડા ન થાય? દાયજામાં આપેલા સમગ્ર તેના ઘોડા, સુવર્ણાદિક ધન તેમજ રાજવિવાહને લાયક અમૂલ્ય વેષાદિક પુણ્યસારને આપીને ફરીથી પણ દિવ્યવસ્મ તથા અલંકારવડે તેને બહુ સત્કાર કર્યો.
ત્યારપછી શ્રેષ્ટિએનવસ્ત્રીઓ સહિત કુમારને પ્રયાણુની આજ્ઞા આપી. પ્રયાણ સમયે પુત્રીએ માતાપિતાના ચરણમાં પડી.
તે સમયે પ્રીતિપરાયણ થયેલા પિતાએ દરેક પુત્રીઓને હિતશિક્ષા આપી કે – पत्यौ प्रीतिरकूत्रिमा श्वशुरयाभक्तिः सपत्नीजनेऽ
नुत्से को विनया ननादरि महान स्नेहः कुटुम्बेऽखिले । देवार्चादिरतिः कुकर्मविरतिः क्षान्तिप्रियाक्तित्रपा
दानाद्यानि च सुभ्रूवां विदधते स्थेष्ठां प्रतिष्ठां गृहे ॥ १ ॥ પિતાના પતિ ઉપર અકૃત્રિમ પ્રીતિ રાખવી. સાસુ સસરાની ભક્તિ કરવી. સપત્ની-શેકય ઉપર ક્રોધ કરે નહી. નણંદની આગળ વિનયથી વર્તવું. સમસ્ત કુટુંબપર બહુ સ્નેહ રાખ.
દેવપૂજનાદિકમાં પ્રીતિ રાખવી. અધર્મને ત્યાગ કરે. તેમજ શાંતિ, પ્રિયવચન, લજજા અને દાનાદિક સદગુણ ગૃહસ્થાશ્રમમાં સ્ત્રીઓની પ્રતિષ્ઠા વધારે છે. | માટે હે પુત્રીઓ ! આ કુલવધૂના ધર્મો તમારે ભૂલવા નહીં. પિતાના સુખ માટે તે પ્રમાણે તમારે વર્તવું અને પિતાના વંશમાં તમે ચિરકાલ સુધી પતાકા સમાન થાઓ.
એ પ્રમાણે ઉપદેશ આપી કામદેવશ્રેષ્ઠી કેટલેક દૂર સુધી તેમને - વળાવીને મહાકષ્ટ પાછો વળે.