________________
કુમારપાળ ચરિત્ર
રાજસુતાને પરણી ધનશ્રીને પુત્ર-પુણ્યસાર મનમાં બહુ ખુશી થઈ વિચાર કરવા લાગ્યા.
ભાગ્યશાળી પુરુષમાં પણ હું ધન્યતમ છું, કારણ કે, પિતાની સ્ત્રીએ પરણીને નહીં ઈચ્છતી છતાં પણ રાજસુતાને મારી સાથે પરણાવી.
ભકતવત્સલ એક સરસ્વતી દેવીની જ હું તુતિ કરું છું, કારણ કે, એક સ્ત્રી માટે મેં જેની આરાધના કરી હતી, તેણીએ મને બે. સ્ત્રીઓ આપી. અથવા અન્ય વડે શું? માત્ર ઉત્કટ પુણ્યને જ પ્રભાવ છે, જેની આગળ સમગ્ર સિદ્ધિઓ પણ સેવક સમાન હાજર રહે છે. મદનવતી પશ્ચાત્તાપ
મદનવતી પણ પશ્ચાત્તાપ કરવા લાગી. આ પુણ્યસારપતિ મને ઈષ્ટ નહોતો છતાંયે મારા કર્મો આવી પડયે.
અગ્ય ઘટના કરનાર દૈવને ધિકાર છે, કે જે શત્રુની માફક વિપરીત કાર્ય કરે છે. આ દૈવે જ મને સ્ત્રી સાથે પરણાવી અને સમસ્તનગરમાં મારી વિગેપના કરી તેમજ આ પુણ્યસાર મને ગમતા. નહેતે છતાં તેની સાથે મારે પરણવું પડ્યું. પરંતુ દૈવકૃત કાર્યમાં પિતાને અભિમાન શા કામનો ? એમ સમજીને મદનવતીએ પતિ. ઉપર પૂર્ણ પ્રેમભાવ ધારણ કર્યો. વલભીપુર પ્રયાણ
એક દિવસ ગુણશ્રીએ પિતાના પતિને કહ્યું.
મેં જ્યારે નગરમાંથી પ્રયાણ કર્યું, તે સમયે મારી બહેનેએ જે પ્રતિજ્ઞા કરી છે, તે આપ સાંભળે,
હે બહેન! તું છે માસના અંતે પતિ સહિત અહીં નહી આવે તે દુઃખને દેશવટો આપવા અમે અમારા પ્રાણેને પ્રબલ અગ્નિમાં. હેમી દઈશું.
આ પ્રતિજ્ઞાના દિવસો હવે પાંચ જ બાકી રહ્યા છે, માટે હે. વરિષ્ઠ ! આપ હવે વલભીપુરમાં જલદી પધારે, નહિ તે આપના. વિયેગથી દુઃખી થયેલી મારી બહેને અને મારાં માતા પિતા અગ્નિમાં. શલભ-પતંગીઆની સુલભગતિને પામશે.