________________
૧૦૪
કુમારપાળ ચરિત્ર
તેના દર્શનરૂપ સુધારસનું પાન કરાવતી હાય, તેમ ગુણશ્રી તેને કહેવા લાગી.
હે સ્વામિન ! સ્નેહને આધીન હૃદયવાળી સ્ત્રીઓના કયા અપરાધને લીધે આપે તૃણની માફ્ક પ્રથમ દિવસે જ ત્યાગ કર્યાં ?
સ્ત્રીઓના પ્રેમ બહુ ઉત્તમ પ્રકારના હાય છે, કે જેએ પેાતાના પતિ માટે ક્ષણમાત્રમાં પ્રાણુને! ત્યાગ કરે છે, પર`તુ અપરાધ વિના પણ પ્રેમલ સ્ત્રીઓના ત્યાગ કરનાર પુરુષોને તેવા પ્રેમ હાતા નથી.
તે વખતે મને છેતરીને આપ ઘરમાંથી ચાલ્યા ગયા હતા. હાલમાં મારા હાથમાં આવ્યા છે, એટલે હવે તમે શી રીતે જશે?
એમ કહી ગુણશ્રી તાર સ્વરે રૂદન કરવા લાગી. ત્યાર પછી પુણ્યસારે પ્રેમનાં વચનામૃતવડે વર્ષારૂતુના મેઘવડે સિ'ચાયેલી વેલીની માફક તેણીને પ્રફુલ્લ કરી.
ગુણશ્રીએ પેાતાના પતિને પામી જે આન ́દ મેળળ્યે, તેનુ વર્ણન કરવા માટે હજાર જીભવાળે! પણ કોઇ સમથ` થાય નહી’.
હે વિષ્ણુધા ! આલેાકમાં પ્રિયદર્શીન એજ અમૃત છે, અન્ય અમૃત વ્યથ છે, જેના પાનથી આત્મા શારીરિક સ તાપના ત્યાગ કરે છે.
હું પ્રિયે! આ પુરુષના વેષ ઘેર જઈને તારે ઉતારવા, એમ કહી પુણ્યસાર તેને સાથે લઈ નગર તરફ ચાલ્યેા.
મદનવતીવિવાહ
આ હકીકત જોઈ ત્યાં ઉભેલા રાજા મંત્રી વિગેરે સર્વે લેકે એકદમ માટા સશયમાં પડી ગયા.
“ આ શું ઇંદ્રજાળ હશે ?' એમ વિચાર કરતા તેએ પેાતપેાતાને ઘેર ગયા. ગુણશ્રી પેાતાના પતિ સાથે ઘેર આવી અને તત્કાલ તેની આજ્ઞાથી તેણીએ નટીની માફ્ક પેાતાનુ સ્વરૂપ પ્રગટ કર્યું
નિધાનને પ્રાપ્ત થઈ હોય તેમ ગુણશ્રીએ તેવેા મહેાસવ કરાવ્યા કે; જેથી સર્વ નગરના લોકોનાં હૃદય | વિસ્મિત થયાં.