________________
૧૦૨
કુમારપાળ ચરિત્ર
તારું કાર્ય સિદ્ધ થયું. એમાં તું કંઈ સંશય રાખીશ નહીં. પરંતુ મારે તને કંઈક કહેવાનું છે. જે તું મારી પર ગુસ્સે ન થાય તે હું તને તે કહું
એ પ્રમાણે પુણ્યસારના વચનામૃતનું પાન કરી સજીવન થઈ હેય તેમ, તે ગુણશ્રી પોતાનું ડાબું અંગ ફૅરવાથી પ્રિય સમાગમને જાણતી હોય, તેમ આનંદ માનતી તેને કહેવા લાગી.
મારા હૃદયાહને શાંત કરવામાં ચંદન સમાન હે સુભગ! તું તારી ઈચ્છા પ્રમાણે સુખેથી બેલ.
તું મારા પતિને સંદેશ આપનાર છે, તે તારી ઉપર ક્રોધ કરવાનું શું કારણ?
પુયસાર બે હે સુભગે! જેની ઉપર તું આટલે બધે નેહ રાખે છે, તે પુરુષે તને નિઃસ્નેહની માફક ગણી ત્યજી દીધી, છતાં તેવા કુપતિ સાથે તું શા માટે પ્રીતિ ધરાવે છે ?
વળી જે પુરુષ પિતાના ઉપર બહુ પ્રેમ રાખે, તેના ઉપર પ્રીતિ કરવી એગ્ય છે, પરંતુ વિરકત ઉપર પ્રીતિ કરવી, તે તે અંધની આગળ મુખમંડન સમાન છે.
તેમજ લકકૃતિ પણ એવી છે કે “મરતાની સાથે મરવું,” એમ માનીને પણ તે અગ્ય પતિને માટે તું કેમ મરવાને તૈયાર થઈ છે?
વળી તું તેની આશા છોડી દઈ અન્ય કોઈ સારા પતિ સાથે સંબંધ જેડ, જેથી તે ચક્રવાકી પર ચક્રવાક જેમ તારી ઉપર ઉત્તમ પ્રકારની પ્રીતિ રાખે.
એ પ્રમાણે તેના અનિષ્ટ વાકયવડે પ્રદોષવડે પદ્મિનીની જેમ ગુણશ્રીનું મુખકમલ કરમાઈ ગયું અને પુણ્યસારને કહેવા લાગી.
તું સદાચારમાં મુખ્ય ગણાય છે, છતાં પણ આવું નિંદ્ય વચન કેમ બેલે છે? તારા સરખા પુરુષોએ અધર્મને ઉપદેશ આપે ઉચિત ગણાય નહીં.